માસુમ તાન્યા પટેલનો હત્યારા મીત પટેલ ને કોર્ટે દોષી ઠેરવ્યો ! જાણો સમગ્ર ઘટનાક્રમ…
આજથી ચાર વર્ષ પહેલા નડીયાદ મા એક ચકચારી ઘટના બની હતી જેમા તાન્યા પટેલ નામની દીકરીનુ પહેલા અપહરણ કરવામા આવ્યુ હતુ અને બાદ મા 70 ફુટ ઉંચેથી મહીસાગર નદીમાં ફેંકીને નિર્મમ હત્યા કરાઈ હતી જયારે આજે ચાર વર્ષે નડીયાદ સેશન કોર્ટ નો ચુકાદો આવ્યો છે અને આરોપી મિત પટેલને દોષિત ઠેરવ્યો છે. જ્યારે મુખ્ય આરોપી સહીત અન્ય બે આરોપી પણ ને પણ કોર્ટે દોષી સાબીત કર્યા છે અને થોડી વાર મા સજા નુ એલાન કરાશે.
જો ઘટના અંગે વાત કરીએ તો આ ઘટના નડીયાદ મા 2017 મા બની હતી. નડીયાદ ના ડેરી રોડ પર આવેલા લક્ષ ડુપ્લેક્સ સોસાયટી વિસ્તારમાં રહેતી 7 વર્ષીય સગીર દીકરી તાન્યા પટેલની 5 વર્ષ પૂર્વે તાન્યા ઘર પાસે રમી રહી હતી ત્યારે તેનુ અપહરણ કરવામા આવ્યુ હતુ. તાન્યા પોતાના દાદી કુસુમ બેન સાથે નડીયાદ મા રહેતી હતી જ્યારે તેના માતા પિતા કામ ધંધા માટે લંડન રહેતા હતા. આ દરમ્યાન મા પાડોશી મિત પટેલનું સંડોવણી ખૂલી હતી અને તેણે પહેલા જ તાન્યાના અપહરણનું કાવતરુ રચ્યુ હતું. 22 વર્ષના મીત પટેલના માથે દેવુ થઈ ગયુ હતુ, તેથી તેણે પરિવારજનો અને મિત્રોના મદદથી તાન્યાનું અપહરણ રચીને ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હતો.
તાન્યાના માતા પિતા લંડન થી રુપીયા મોકલે છે તે વાતની જાણ હોવાથી સમગ્ર પ્લાન રચ્યો હતો. જેમા અન્ય આરોપીઓ પણ સાથ આપ્યો હતો આરોપી મીતનો તાન્યાની દાદી રૂપિયા 18 લાખની ખંડણીની માંગવાનો પ્લાન હતો. આરોપી મીત પટેલે પહેલા તાન્યા નુ અપહરણ કર્યુ હતુ બાદ વાસદ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં તેને ફેંકી દીધી હતી. આ બાદ તે ઘરે આવી ગયો હતો અને સોસાયટીના અન્ય રહીશોની મદદમાં આવીને તાન્યાની શોધખોળનું નાટક પણ રચ્યુ હતું.
તાન્યા ના અપહરણ થયા બાદ તાન્યા ના દાદી એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જ્યાર બાદ તપાસ મા મીત પટેલ નો ભાંડો ફૂટયો હતો પરંતુ માસુમ તાન્યા ને બચાવી શક્યા નહોતા. આ ચકચારી કેસમાં 2017 વર્ષમાં આરોપીઓને કડક સજા થાય માટે નડિયાદ જાહેર જનતા દ્વારા ઠેર ઠેર પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. આજે નડિયાદ સેશન્સ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો સંભળાવામાં આવશે.
