“તારક મહેતા” ના નવા નટુકાકા પણ ગુજરાતી છે ! ઘનશ્યામ નાયક (નટુકાકા) સાથે છે આવો ખાસ સંબંધ… જાણો વિગતે…
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં અનેક કલાકારોની વિદાય બાદ અનેક કલાકારોનું આગમન થાય છે. ત્યારે હાલમાં જ સીરિયલમાં નવા નટુકાકા શોમાં પરત ફર્યા છે, ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે આ કલાકાર પણ આપણા ઘનશ્યામ નાયક ની જેમ જ ગુજરાતી છે અને ગુજરાતી રંગમંચ અને ફિલ્મો સાથે ખાસ સંબંધ ધરાવે છે. ચાલો અમે આપને વિગતવાર જણાવી કે આખરે જુના અને નટુકાકા વચ્ચે શું સંબંધ છે.
નટુકાકા એ લાંબી બીમારી બાદ આ દુનિયામાં થી વિદાય લીધી ત્યારે દરેક ચાહકોની આંખોમાં આંસુઓ સરી પડ્યા હતા. ત્યારે તેમની જગ્યા તો બીજું કોઈ કલાકાર નાં લઈ શકે પરતું નટુકાકાની ઈચ્છા હતી કે નવી દુકાનમાં કામ કરે પરતું તેમના નસીબમાં આ નહિ લખ્યું હોય પણ હાલમાં જ આસિત મોદીએ એક વીડિયો શેર કરીને નટુકાકા નો પરિચય કરાવેલ.
. શોમાં નવા નટુકાકાની એન્ટ્રી પર રસપ્રદ રહી છે પરંતુ એનાથી પણ ખાસ વાત એ છે કે, જૂના અને નવા નટુકાકાનું કનેક્શન. શોના પ્રોડ્યુસર અસિત મોદીએ હાલમાં જ એક પ્રોમો વીડિયો શેર કરી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નવા નટુકાકાનો પરિચય કરાવ્યો હતો. તેમણે ભાવુક થઇને ઘનશ્યામ નાયકને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, તે હંમેશા ઘનશ્યામ નાયકને મિસ કરશે. હાલમાં જ નવા ગઢા ઇલેક્ટ્રોનિકની શરૂઆત થઇ છે અને તે નટુકાકા વગર શરૂ થઇ શકે નહીં. અમે ફેન્સ માટે નવા નટુકાકા લઇને આવ્યા છે. આશા રાખું કે તમામ ફેન્સ નટુકાકાને પણ એટલે જ પ્રેમ આપશે.
.નટુકાકાનું પાત્ર ભજવનાર આ કલાકાર ગુજરાતી સિનેમાના અભિનેતા તેમજ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર છે. તેમને અનેક ગુજરાતી ફિલ્મો અને નાટકોમાં કામ કર્યું છે.ઘનશ્યામ નાયકની જગ્યા લેનારા નવા નટુકાકાનું નામ કિરણ ભટ્ટ છે. કિરણ ભટ્ટ અને ઘનશ્યામ નાયકને ખાસ સંબંધ છે. બન્ને રંગભૂમિના કલાકાર હોવાથી એકબીજાને ઘણી સારી રીતે ઓળખતા હતા. કિરણ ભટ્ટ અને ઘનશ્યામ નાયક રિયલ લાઇફમાં સારા મિત્ર હતા. તેમની મિત્રતા વર્ષો જૂની છે. કિરણ ભટ્ટે તેમની સાથે થિયેટરમાં ઘણું કામ કર્યું હતું.
આપ સૌને જાણીને આશ્ચય થશે કે, એક ઇન્ટરવ્યૂ દરમિયાન
અસિત મોદીએ જણાવ્યું હતું કે, આ શોમાં ઘનશ્યામ નાયકે 13 વર્ષ કામ કર્યું અને નટુકાકાના પાત્રને જીવંત બનાવ્યું હતું. આ શો અને લોકો માટે આ પાત્ર બહુ જ જરૂરી હતું અને આ કારણે જ અમે નટુકાકાને પાછા લાવવાનું નક્કી કર્યું. ઘણા ઓડિશન પણ થયા, પરંતુ આખરે અમારી શોધ કિરણ ભટ્ટ પર પૂરી થઇ છે. હવે સૌ કોઈ કિરણ ભટ્ટને એટલો જ પ્રેમ આપે જેટલો ઘનશ્યામ નાયક ને આપેલો.