શુ તારક મહેતા સિરીયલ ના નવા દયાબેન મળી ગયા ! તસવીરો જોઈ બબીતાજી ભુલી જશો તેવા લાગે છે… જુઓ…
ફરી એકવાર તારક મહેતા સીરિયલમાં નવા દયાભાભીના આગમનને લઈને એક નવા નામની ચર્ચા થઈ છે અને આ દયાભાભીને જોઈને તમે જુના દયાભાભી અને બબીતાજીને પણ ભૂલી જશો. જો નવા દયા ભાભી તરીકે આ અભિનેત્રીની પસંદગી ખરેખર થઈ ગઈ તો કલકારોને એક નવો ચહેરો અને નવા અંદાજમાં દયાભાભી જોવા મળશે. આપણે જાણીએ છે કે, છેલ્લા પાંચ વર્ષથી દિશા વાકાણી ઉર્ફે દયાભાભીના પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે. 2008થી એટલે કે શરૂઆતથી TMKOCની સાથે જોડાયેલી દિશા વાકાણી વર્ષ 2017માં મેટરનિટી લીવ પર ગઈ હતી અને ત્યારબાદથી શો પરથી ગાયબ છે.
દિશા વાકાણી એ હાલમાં ફરી એકવાર દીકરાને પણ જન્મ આપી દીધો છે. એક દીકરી અને દીકરાની માતા બન્યા છતાં પણ દિશા વાકાણીનાં શોમાં ફરી પાછા આવવાના કોઈ અણસાર નથી વર્તાય રહ્યા. લગ્ન બાદ દિશા વાકાણી લાઇમ લાઈટની દુનિયામાંથી ગાયબ થઈ ગઈ અને જાણે હવે તેને હવે અભિનયની દુનિયામાંથી વિદાય લીધી હોય એવું લાગી રહ્યું છે. આપણે જાણીએ છે કે, દયાભાભીને લઈને થોડા મહિના પહેલા તેના કમબેકની અટકળો તેજ થઈ હતી.

પ્રોડક્શન હાઉસ પાસે હવે એક્ટ્ર્સેને રિપ્લેસ કરવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ રહ્યો નથી.છેલ્લા કેટલાક મહિનાથી ‘દયાભાભી’ના પાત્ર માટે ઐશ્વર્યા સખુજા અને રાખી વિજાન સહિતના કેટલાક નામની ચર્ચા થઈ હતી. જો કે, કંઈપણ પુષ્ટિ થઈ નહોતી. ત્યારે હાલમાં એક ત્રીજી અભિનેત્રીનું નામ ઉમેરાયું છે, ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે આ અભિનેત્રી કોણ છે.

આ અભિનેત્રી કાજલ પિસલ છે અને મેકર્સ દયાભાભીના રોલ માટે તેના નામ પર વિચાર કરી રહ્યા છે. એક્ટ્રેસ, જે છેલ્લે શો ‘સિર્ફ તુમ’માં જોવા મળી હતી, તેણે મેસેજનો જવાબ આપ્યો નહોતો. જો કે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે ‘જો કાજલને કાસ્ટ કરાશે તો તે આશરે આવતા મહિનાથી શૂટિંગ શરૂ કરી દેશે’.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઓન એર થઈ તેને હાલમાં જ 14 વર્ષ પૂરા થયા છે

અત્યાર સુધીમાં ઘણા કલાકારો તેનો સાથ છોડ્યો છે. જેમાં દિશા વાકાણી સિવાય નેહા મહેતા, નિધિ ભાનુશાલી, ભવ્ય ગાંધી, ગુરુચરણ સિંહ તેમજ લેટેસ્ટમાં શૈલેષ લોઢાનોસમાવેશ થાય છે. આ સિવાય નટુકાકા અને જૂના ડો. હાથીનું નિધન થતાં તેમના સ્થાને નવા કલાકારોને કાસ્ટ કરવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે નવા દયાભાભી તરીકે, કાજલ જોવા મળશે કે, કારણ કે કાજલ દેખાવમાં અત્યંત ખૂબ સુંદર અને હોટ છે જે બબીતાજીને પણ ટક્કર આપશે.

