તમે નહી ઓળખી શકો છો કે ‘તારક મહેતા..’ શૉની આ કઇ અભિનેત્રી છે?
તમે નહી ઓળખી શકો છો કે ‘તારક મહેતા..’ શૉની આ કઇ અભિનેત્રી છે?હાલમાં સોશિયલ મીડિયામાં તારક મહેતા સિરિયલનાં કલાકારનાં બાળપણ ની તસ્વીર વાયરલ થઈ રહી છે. આ અભિનેત્રી કોણ છે એ તમે પહેલી નજરમાં જોશો તો કદાચ તમે નહીં ઓળખી શકો પરતું અમે આપને જણાવશું કે આખરે આ અભિનેત્રી કોણ છે? આજે સૌથી લોકપ્રિય સિરિયલ હોય તો તે તારક મહેતા સિરિયલ છે, જેમાં અનેક કલાકારો દરેક લોકોના લોકપ્રિય છે, ત્યારે ખરેખર તેમની સાથે જોડાયેલ દરેક વાત આપણને જાણવી ગમે છે.
અમે આપને આ અભિનેત્રી વિશે જણાવીશું જેને સોશિયલ મીડિયામાં પોતાની બાળપણની તસ્વીર પોસ્ટ કરી છે.ખરેખર આ અભિનેત્રી સિરિયલમાં આચાર પાપડ માટે ખૂબ જ વખાણય છે. તો હવે તમને યાદ આવ્યું હશે કે આ અમે કોની વાત કરી રહ્યા છીએ. હાલ જ માધવી ભાભીના રોલમાં જોવા મળેલી સોનાલિકા જોશીએ હાલ સોશિયલ મીડિયા પર એક તસવીર શૅર કરી છે. આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે. Guess Who?, સોનાલિકા જોશીએ એમનાં બાળપણની એક તસવીર શૅર કરી છે.
આ અભિનેત્રી બાળપણમાં ઘણી ક્યૂટ લાગી રહી છે અને સ્માઈલ પરથી તો તમે ઓળખી જશો કે અથાણાં અને પાપડ જેવી તીખી-મીઠી તો આપણી માધવી ભીડે છે.માધવી ભીડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની સુંદર તસવીરો શૅર કરતી રહે છે. સોનાલિકાએ પોતાના કરિયરની શરૂઆત મરાઠી થિયેટરથી કરી હતી. એ સિવાય સોનાલિકા કેટલીક મરાઠી ફિલ્મો અને કેટલીક એડમાં પણ નજર આવી ચૂકી છે. સોનાલિકા જોશી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શૉમાં 2008થી જોડાયેલી છે અને દર્શકનોનું મનોરંજન 11 વર્ષથી કરતી આવી છે.
