જો તમારે પણ ગોકુલધામમાં જઈને જમવું છે, તો નોંધી લ્યો સરનામું અને જુવો હોટલ ની ખાસ તસ્વીરો
આપણે જાણીએ છે કે, હાલમાં મનોરંજન ક્ષેત્રના તારક મહેતા સીરિયલ ખૂબ જ લોકપ્રિય છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે, તે આ સોસાયટી ની મુલાકાત લઈ. ત્યારે આજે અમે આપને એક એવી જગ્યા વિશે જણાવીશું, જ્યાં તમારું સપનું હકીકતમાં બદલશે. ગોકુલધામ સોસાયટી માં રહેવાનો નહિ પણ જમવાનો અનુભવ જરૂર કરી શકશો. અત્યાર સુધી તમેં આવી રેસ્ટોરન્ટ ક્યારેય નહિ જોઈ હોય.મહારાષ્ટ્રના વિદર્ભમાં આવેલા મોરસી ગામમાં (અમરાવતીમાં) ભાસ્કર રાઉત અને યોગિતા રાઉતે મળીને આ સોસાઇટીનું નિર્માણ કર્યું છે.ખરેખર આ હોટેલ ખૂબ જ ખાસ છે.

તમને જાણીને નવાઈ લાગશે કે, ગોકુલધામ સોસાઇટી દેખાય છે તેવી જ રીતે આ રેસ્ટૉરન્ટનું ડિઝાઇનિંગ કરવામાં આવ્યું છે. સોસાઇટીની બિલ્ડિંગ, બારી, બારણાં, કલર, બાલકની વગેરે બધું જ TMKOC શૉ ગોકુલધામ સોસાઇટી જેવું જ દેખાય છે.આ ગોકુલધામ સોસાઇટીમાં તમને રહેવા તો નહીં મળે પણ, હા જમવાનું તમને ભાવતું મળશે. તેમાં પણ જો તમે પનીરના ફેન છો તો તમારે પનીર અમ્રિતસરી અને પનીર અંગારા તો ચોક્કસ ખાવું જ જોઇએ.આ રેસ્ટૉરન્ટ બનાવવાનો ખર્ચ ખૂબ જ વધારે થતો હોવાથી તેમણે વિદર્ભના જ મજૂરો પાસેથી કામ કરાવ્યું. આ બધા જ મજૂરોમાંથી કોઈપણ પ્રૉફેશનલ ન હોવાથી તેમને ઘણી મુશ્કેલી થઈ પણ અંતે કામ સરસ રીતે પાર પડ્યું..

ભાસ્કર રાઉતે પોતાની જૂની હોટેલને રિનોવેટ કરવા માટે પરિવાર સાથે ચર્ચા કરતા યશ તાપરેએ તેમને સલાહ આપી કે તમે ગોકુલધામ સોસાઇટીની થીમ પર રેસ્ટૉરન્ટ બનાવી શકો છો. આમ વાતમાંથી વાતમાં તેમને આઇડિયા તો મળ્યો પણ તે આઇડિયા અમલમાં લાવવા માટે તેમને ઘણી ગડમથલ કરવી પડી. આ ગડમથલમાં સૌથી પહેલા ગોકુલધામ રેસ્ટૉરન્ટ બનાવવાનો આઇડિયા ને મિત્ર શ્રીકાંત માળોદે બ્લૂપ્રિન્ટ બનાવીને મદદ કરીને પૂરું કર્યું

આ રેસ્ટૉરન્ટનું નામ તેમણે `ગોકુલધામ પેલેસ` રાખ્યું છે. ગોકુલધામ રેસ્ટૉરન્ટ શરૂ થયાને હજી એક જ મહિનો થયો છે પણ ત્યાં ચાહકોનો મેળો જામેલો જોવા મળે છે. આ રેસ્ટૉરન્ટની ખાસ બાબત જ એ છે કે બાલકનીઓમાં શૉના પાત્રોના મોટા કટઆઉટ પણ લગાડવામાં આવ્યા છે. આ સિવાય સોસાઇટીની વચ્ચે જેવી રંગોળી છે જેવી જ આબેહૂબ રંગોળી બનાવવામાં આવી છે.

રેસ્ટૉરન્ટના મેઇન ગેટ પર જેઠાલાલ અને દયાબેનના કટઆઉટ સાથે રેસ્ટૉરન્ટમાં આવનારા ગ્રાહકોનું સ્વાગત કરવામાં આવે છે. આ ગોકુલધામ પેલેસની બહાર મોટા-મોટા અક્ષરે લખાયેલું પણ છે ગોકુલધામ. અહીં પહોંચીને તમને ખરેખર એવું લાગશે કે તમે ખરેખર તારક મેહતાવાળી જ ગોકુલધામ સોસાઇટીમાં પહોંચી ગયા છો. હાલ આ રેસ્ટૉરન્ટ શુદ્ધ શાકાહારી છે પણ પબ્લિક ડિમાન્ડ થકી હવે અહીં નૉનવેજ પણ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે.રેસ્ટૉરન્ટની અંદર એક હૉલ છે અને બીજો બર્થડે હૉલ છે. 1 મહિના પહેલા તમારે આ ગોકુલધામ પેલેસમાં જન્મદિવસ માટે એડવાન્સ્ડ બૂકિંગ કરાવવું પડશે.
