તારક મહેતા સિરીયલ નો જુનો ટપુ છે દુબઈ ના પ્રવાસે ! જુઓ તસ્વીરો કેવી રીતે મજા કરી રહ્યો છે…
ભારતીય ટેલીઝનની લોકપ્રિય સીરિયલમાં તારક મહેતાનું પહેલા નામ આવે. આ સિરિયલમાં કામ કરનાર દરેક કલાકારે એક ખાસ ઓળખ મેળવી છે. ઘણા એવા કલાકારો છે, જેમને આ સિરિયલ છોડી દીધી છે,
છતાં તેઓ આજે વૈભવશાળી જીવન જીવી રહ્યા છે. હાલમાં જ તારક મહેતા સિરિયલમાંથી વિદાય લેનાર ટપૂ એટલે કે રાજ અનડકટ દુબઈના પ્રવાસે છે. સોશિયલ મીડિયામાં પોતાની તસવીરો પોસ્ટ કરી છે.
આ તસવીરોમાં જોઈ શકો છો કે, રાજે દુબઈની ઓળખ સમાન બુર્જ ખલીફાનો આગળ તસવીરો પડાવી છે તેમજ રાજે સ્નોપાર્કની તસવીરો અપલોડ કરી છે ,
આ દરેક તસવીરોમાં તમે જોઈ શકો છો કે રાજ દુબઈમાં ખૂબ જ મોજ કરી રહ્યો છે. રાજે એરપોર્ટ પર બેગ સાથે ફોટોશૂટ કરાવેલ અને પ્લેનની વિન્ડો સીટ પર બેસીને તેણે સેલ્ફી પણ કલીક કરી છે. ખરેખર રાજની દુબઇ ટ્રીપ ખૂબ શાનદાર છે.
ટીવી એક્ટર રાજ અનડકટે તમામ પાત્રમાં સૌથી નાનો હતો, પંરતુ મેકર્સ પાસેથી એક એપિસૉડ માટે મોટી રકમ વસૂલતો હતો
ઇકૉનોમિક્સ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, રાજ અનડકટ એક એપિસૉડ માટે 10 હજારથી 20 હજાર રૂપિયા સુધી વસૂલતો હતો.
રાજ અનડકટ પહેલા ભવ્ય ગાંધી તારક મહેતામાં ટપ્પુનું પાત્ર ભજવતો હતો. ભવ્યના ગયા પછી રાજ અનડકટ 2017માં શોમાં જોડાયો હતો
. ટપ્પુના પાત્રમાં રાજને લોકોનો ઘણો પ્રેમ મળ્યો અને તે બધાનો ફેવરિટ બની ગયો. આવી સ્થિતિમાં તારક મહેતામાં તેની ગેરહાજરી વર્તાશે.