Entertainment

બીજી વખત લગ્ન કરવા જઈ રહી છે ”તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની” આ અભિનેત્રી બીજી વાર પણ…..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે મનોરંજન દરેક વ્યક્તિના જીવન માં ઘણું મહત્વ ધરાવે છે. દરેક વ્યક્તિ જ્યારે રોજ બ રોજ ના કામથી કંટાળી જાય છે ત્યારે તે પોતાનું મન પસંદ કામ કરવા પ્રેરાય છે. જે પૈકી મનોરંજન એક છે. અને આપણે સૌ મોનરંજન ના શોખીન છીએ

મનોરંજન માં પણ સૌ કોઈ કોમેડી પસંદ કરીએ છીએ. કોમેડી સાંભળતા જ સૌથી પહેલું નામ” તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ” કાર્યક્રમનુ આવે છે આપણે સૌ આ પ્રોગ્રામ અંગે જાણીએ છીએ. આ કાર્યક્રમ લોકો માં ઘણો જ લોક પ્રિય છે લોકો આ કાર્યક્રમ ના કલાકારોને પણ પસંદ કરે છે. અને તેમના વિશે જાણવાની ઈચ્છા પણ રાખે છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આટલા વર્ષ વીતી ગયા છતા પણ હજુ પણ આ શોની લોકપ્રિયતા ઘણી જ છે. આ શો જોનાર દરેક દર્શક ક્યારેય કંટાળો આવતો નથી. તેથી જ તે ખૂબ લોકપ્રિય છે.

જેના કારણે દરેક રાજ્યમાં તેમની સ્થાનિક ભાષામાં બતાવવામાં આવે છે, આ સાથે આ શોમાં દર્શાવવામાં આવેલ દરેક પાત્ર એકદમ અનોખું છે, તેથી તે આટલા વર્ષોથી સતત ચાલી રહ્યું છે અને સૌથી વધુ ટીઆરપી કમાઈ રહ્યું છે.

જો તમે પણ આ કાર્યક્રમ ના ફેન છો તો આ અહેવાલ તમારાં માટે છે. તમને જણાવી દઈએ કે આ શો ની એક અભિનેત્રી ફરીવાર લગ્ન ગ્રંથિ થી જોડાવા જઈ રહી છે. જો આ બાબત અંગે વિસ્તારમાં વાત કરીએ તો તે આ પ્રમાણે છે.

મળતી માહિતી અનુસાર આ કાર્યક્રમમાં રીટા રિપોર્ટરનુ પાત્ર ભજવનાર અભિનેત્રી પ્રિયા આહુજા ફરી લગ્ન કરવા જઈ રહી છે. પ્રિયા પોતાના ડાયરેક્ટર પતિ માલવ રાજદા સાથે ફરીથી સાત ફેરા લેશે. તમને જણાવી દઈએ કે 19 નવેમ્બરના રોજ પ્રિયા આહુજા અને માલવ રાજડાએ તેમના લગ્નના 10 વર્ષ પૂર્ણ કર્યા.

આપણે સૌ જાણીએ છિએ કે હાલ લોકો માં લગ્નને અમુક વર્ષ પૂર્ણ થયા પછી ફરી એક બીજા સાથે લગ્ન કરવાનો ક્રેઝ છે તેવામાં આ ખાસ અવસર પર બંને યુગલો એકબીજા સાથે ફરી સાત ફેરા લેશે અને લગ્ન સમયે આપેલા વચનો ફરી વખત યાદ કરશે.

આ બાબત અંગે જણાવતા અભિનેત્રી પ્રિયા આહુજાએ કહ્યું હતું કે આજ વખતે તે પોતાના બીજા લગ્નમાં પેસ્ટલ કલરના આઉટ ફીટ માં દેખાશે. જયારે તેમના પતિ પ્રિયા જે પહેરીશ, તે રંગ સાથે મેળ બેસાડી ને ડ્રેસ પહેરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!