અચાનક ગુમ થયોલો પરીવાર 19 દીવસે ઘરે પરત ફર્યો ! રાહુલભાઇ જોશી એ કીધુ કે “ભીખ માંગીને ખાતા અને રહેતા..
આજ થી 19 દીવસ પહેલા વડોદરા શહેર મા ડભોઈ રોડ પર આવેલા કપુરાઈ ચાર રસ્તા પાસે કાન્હા આઇકોનમાં રહતો જોશી પરિવાર અચાનક જ ગાયબ થઈ જતા ચકચાર મચી જવા પામી હતી જ્યાર બાદ પોલિસ તપાસ ભા એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી જો કે હવે આ પરીવાર પરત આવી ઘતા સમગ્ર વિસ્તાર મા ચર્ચા નો વિષય બન્યો હતો.
ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો વડોદરા શહેર ના કાન્હા આઇકોનમાં રહેતા જોશી પરિવાર ના ચાર સભ્યો રાહુલભાઇ જોશી પત્ની નીતાબેન, પુત્ર પાર્થ અને પુત્રી પરીબેન અચાનક ગુમ થયા હતા જ્યારે આ ઘટના ની જાણ પોલીસ ને થતા તેમના ઘર પર તપાસ હાથ ધરાઇ હતી જ્યા એક 10 પાના ની ચિઠ્ઠી મળી આવી હતી જેમા લખ્યુ હતુ કે.
“અમારા મોત માટે નિરવ ભૂવા, રાહુલ ભૂવા, બિટ્ટુભાઇ અને અલ્પેશ મેવાડા જવાબદાર છે’ પોલીસને મકાનમાંથી શિક્ષક પરિવારના ચાર સભ્યોના મોબાઇલ ફોન મળ્યા હતા. પોલીસ દ્વારા પરિવારને સહીસલામત શોધી કાઢવા માટે ચાર ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.
જ્યારે હવે આ પરીવાર 19 દિવસે પરત ફર્યો છે ત્યાર અનેક સવાલો ઉભા થયા છે ત્યારે રાહુલભાઇ જોશીએ મિડીઆ ના માધ્યમ થી જણાવ્યું હતું કે, “મકાન પર લોનના નામે અમારી સાથે ઠગાઇ થતાં દેવું થઇ ગયું હતું. જેથી મારી પત્ની અને બાળકો સહિત પરિવાર સાથે આત્મહત્યા કરવાના ઇરાદે ઘર છોડી નીકળ્યા હતા. પહેલાં અમે અમદાવાદ અને ત્યાર બાદ ત્યાંથી દિલ્હી ગયાં હતા. ત્યાં અમે રેલવે સ્ટેશન સહિતની જગ્યાઓ પર ભીખ માંગીને ખાતા અને રહેતાં હતાં. અમે ઘર છોડીને નીકળી ગયાં બાદ કુટુંબીજનોની ક્લિપ સોશિયલ મીડિયામાં જોતા અમે પરત ફર્યાં છીએ. મારાં બાળકોએ અમને આપઘાત કરતાં રોક્યાં અને કહ્યું કે, આપણે મહેનત કરીને દેવું ઉતારી દઇશું પણ આત્મહત્યાનું પગલું નથી ભરવું. જેથી અમે પરત આવી ગયાં છીએ.” અત્રે ઉલ્લેખનિય છે કે રાહુલભાઇ જોશી પોતે એક શિક્ષક છે જ્યારે તેવો નુ મુળ વતન ભાવનગર નુ દુધાળા ગામ છે