India

મહિલા ટીચરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો ! આપઘાત કરતા પહેલા હાથ મા એવુ લખેલું હતુ કે આખો પરિવાર ધ્રુજી ગયો…

આત્મહત્યાના અનેક બનાવો બને છે, ત્યારે હાલમાં જ એક મહિલા ટીચરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો ! આપઘાત કરતા પહેલા હાથ મા એવુ લખેલું હતુ કે આખો પરિવાર ધ્રુજી ગયો. ચાલો અમે આપને આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી આપીએ કે આખરે બનાવ શું બન્યો હતો.

આ ઘટના ભોપાલમાં બની છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, 37 વર્ષના ઈન્દુ સાહુંનાં લગ્ન 3 વર્ષ પહેલાં ભોપાલમાં રહેતા સુભાષ સાહું સાથે થયા હતા. સુભાષ સંગીત ટીચર છે અને ઈન્દુ સરકારી શાળામાં ટીચર હતી. ગુરુવારના રોજ એક ખૂબ જ દુઃખ દાયી ઘટના બની.

પોલીસ વિગતો દ્વારા જાણવા મળ્યું છે કે ,ગુરુવારે સવારે સુભાષે પોલીસને જાણ કરી કે ઈન્દુએ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાની જાણ થતાં ઈન્દુ નો પરિવાર પણ ઘટના સ્થળે પહોંચી ગયેલ. ઈન્દુના ભાઈ પ્રદીપ સાહુએ જણાવ્યું કે તેના સસરા ઈમરત લાલ એ જ રૂમની પાસે બેઠા હતા જેમાં તે પોતાની બહેનને આત્મહત્યા કરી. એવું કેવી રીતે બની શકે કે તેને ખબર પણ ન હોય. મૃતકના પિતા એ કહ્યું કે જમાઈ પોતાની દીકરીના ચારિત્ર્ય પર શંકા કરીને તેને બ્લેકમેલ કરતો હતો.

ઈન્દુ એ પોતાના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે, સુભાષાના બીજી અન્ય સ્ત્રી સાથે સંબંધ પણ છે. તે ઘરે આવા માંગતી હતી પણ તેને નાં આવા દીધી. મારી દીકરી આત્મહત્યા ન કરી શકે, તેના ગળા પર નિશાન છે અને જેના પરથી લાગી રહ્યું છે કે આ હત્યા છે. હાલમાં આ બનાવ અંગે આગળ તપાસ હાથ ધરી છે. ખરેખર આ બનાવ ખૂબ જ ચોંકાવનાર છે, અને ખાસ વાત એ કે ઈન્દુ એ તેના પતિની તસ્વીર પાછળ લખ્યું હતું કે હું બેવફા નથી.

પોતાના હાથમાં મોતનું કારણ જણાવતા લખ્યું કે મારી મરજીથી મારું ટૂંકાવી રહી છું. મમ્મી-પપ્પા, ભાઈ, મને માફ કરજો..મારા મંગળે મારો જીવ લીધો. આ ઘટનામાં પતિનું કહેવું છે કે તેણે ગળેફાંસો ખાઈ લીધો છે, જ્યારે પરિવારજનો કહી રહ્યા છે કે સાસરિયાઓએ તેની હત્યા કરી છે. પોલીસ હવે મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. પણ જે રીતે હથેળી પર પતિનો ફોટો અને ચિઠ્ઠી લખેલી હતી. તેના દ્વારા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!