લગ્નેતર સબંધોથી ત્રસ્ત શિક્ષકે ઝેર પીને આપઘાત કર્યો ! નવ પાના ની સ્યુસાઈડ નોટ મા લખ્યુ કે મારી પત્ની મને માર મારતી અને….
હાલમાં દરેક વ્યક્તિઓ પોતાના જીવનમાં માનસિક તકલીફોના લીધી જીવથી કંટાળી જાય છે, ત્યારે આવા સમયઆ અનેક લોકો એવા હોય છે, જેનું પોતાનું જીવન પણ ટૂંકાવી દેતા હોય.હાલમાં જ એક આવી જ ઘટના સામે આવી છે, જેમાં લગ્નેતર સંબંધોના લીધે અણબનાવ બનતા શિક્ષકપતિએ પોતાની પત્નીના ત્રાસથી પોતાનું જીવન ટૂંકાવ્યું સાથો સાથ તેને જીવનના અંત પહેલા 9 પાનાની સૂટસાઈટ નોટ લખી છે. ત્યારે ચાલો અમે આપને આ ઘટના વિષે સંપૂર્ણ માહિતગાર કરીએ. આ તમામ ઘટનાક્રમ દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ મળેલ છે, જેના પરથી અમે આપને જણાવશું કે,ક્યાં કારણોસર પતિએ ઝેર પીને પોતાનું જીવન ટૂંકાવ્યું.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, શિક્ષક તરીકે ફરજ બજાવતા, દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામમાં 29 વર્ષિય દીલીપભાઇ પટેલએ પોતાની પત્નીના કારણે જીવન ટૂંકાવી દીધું. વાત જાને એમ છે કે, દિલીપભાઈના લગ્ન દેવગઢ બારિયા તાલુકાના રેબારી ગામના વચલા ફળિયામાં રહેતાં ગામની એક યુવતિ સાથે થયા હતાં. આ યુવતિને લગ્નેતર સબંધ હોવાથી દીલીપભાઇને તુ મરી જા કહીને મેણા મારતી હતી. આ ઉપરાંત યુવતિના સબંધિ જશવંતસિંહ પટેલ, રતનસિંહ પટેલ, રંગીતભાઇ પટેલ,જનકભાઇ પટેલ, હર્ષદભાઇ પટેલ પણ ગાળા ગાળી કરીને તારે બધુ જ સહન કરવું પડશે.લગ્નેતર સબંધ રાખતી પત્ની અને તેના સબંધિઓ દ્વારા રૂમમાં બંધ કરીને માર મારવા સાથે પત્ની દ્વારા મરી જવાના મેણા સહન નહીં કરી શકતાં શિક્ષક પતિએ ઝેરી દવા [પી લીધી હતી. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. તેની પાસેથી મળેલી સ્યુસાઇડ નોટના આધારે પત્ની, તેના સબંધિ અને પ્રેમી મળીને સાત લોકો સામે આપઘાતના કારણ જણાવતા પોલીસે ગુનો નોંધેલ અને હાલમાં જ તમામ તપાસ ચાલુ છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ દિલીપભાઈ એ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, માફ કરજો મમ્મી-ભાઇ-ભાભી, હું છેલ્લા ચાર મહિનાથી થાકી ગયો છું. મને બહુ જ માર પડ્યો છે.બહુ જ ગાળો આપી છે.મને ઘર પણ આવવા નહોતા દેતા મમ્મી, સોરી તને વાત કરવા ફોન કરૂ તે પણ કરવા નહીં દેતા. નોકરી પછી છ વર્ષ સુધી લગ્ન એટલા માટે નહોતા કર્યા કે મારી મમ્મીને સુખ મળે- પરંતુ મમ્મી હું તને તો સુખ આપી શક્યો નહીં. મે(પત્ની)ને ખુબ જ સમજાવી પણ માની શકી નહીં. રતનસિંહ કાળુ પટેલ(માધવા હોટલ), રંગીતસિંહ કાળુ (શિક્ષક),જનકભાઇ રંગીતભાઇ પટેલ(12th પાસ), જશવંતસિંહ કાળુ પટેલ (શિક્ષક) દ્વારા મને ખુબ જ માર મારે છે, રૂમ બંધ કરીને મારે છે. કોઇને કહીશ તો મારી નાખીશુ, ફસાવી દઇશું,નોકરી જતી રહેશે, તારા ઘરનાને જીવવા નહીં દઇયે.
એવી રીતે મને બહુ જ ધમકી -માર મારવામાં આવતો. (પત્ની) પણ ખુબ જ મારતી. મારે પણ કશુ પણ કહેવાનું નહીં, હું નોકરી પણ કરીશ, લોકો જોડે ફરીશ પણ ખરી, તારે ખાલી મને પાળી રાખવાની,સોરી મમ્મી.હું તારૂ સપનુ પુરૂ કરી શક્યો નહીં. મે વિડીયો કોલ કે સાદા કોલથી વાત કરવાની છેલ્લે ટ્રાઇ કરી પણ કરી શક્યો નહીં તારૂ મોઢુ જોઇ શક્યો નહીં, ભુતિયાવાળા મમ્મીનો પણ આભાર અને સોરી, તમે પણ મારા માટે બહુ કર્યુ પણ આ 4 લોકોને કારણે જઉં છું. મને પત્ની કહે છે કે તું મરી જા મારે તો વિશાલ છે. તમારે ખાલી રાખવાની, પુરૂ કરવાનું, નહીં તો માથે પડીશ, નોકરીમાંથી કઢાવી નાખીશ. બધા મને માફ કરજો,આ લોકોને સજા કરજો, કરાવજો.
આ ઘટના બની એ ખુબ જ દુઃખદ છે, લગ્ન એ સાત જન્મોનો સંબંધ હોય છે, પરંતુ ક્યારેક જીવનમાં અયોગ્ય પાત્રના આવવાથી જીવનમાં ઉથપુથલ થઇ જતી હોય છે, ખાસ કરીને લગ્ન સંબંધમાં કોઈ ત્રીજા વ્યક્તિના આવવાથી જીવન ઝેર બની જતું હોય છે, આવા સંજોગમાં ક્યારેય પણ પોતાનું જીવન ટૂંકાવી લેવાનું પગલું ન લેવું જોઈએ કારણ કે, એક વ્યક્તિના લીધે આપણે આપણા પોતાના પરિવારના જીવનને પણ દુઃખદ બનાવી દેતા હોય છે. આ શિક્ષક સાથે જે બન્યું એ દુઃખદ અને ખુબ જ કૃર હતું પરંતુ આવું પગલું ન ભરવું જોઈએ.આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મૃતકની આત્માને શાંતિ મળે.
