અમદાવાદ: લંપટ શિક્ષકે વિદ્યાર્થિની પર બે વર્ષ દુષ્કર્મ આચર્યું, લગ્ન નક્કી થતાં બ્લેકમેઇલ કરવા લાગ્યો
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગુરુ શિષ્યનો સંબંધ ઘણો પવિત્ર અને ઘણો મહત્વનો માનવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે વ્યક્તિ જયારે જન્મે છે ત્યારે તેને કોઈ પણ બાબત અંગે જ્ઞાન હોતું નથી તે જેમ જેમ મોટો થતો જાય છે તેને તેમ તેમ અલગ અલગ બાબતો અંગે જ્ઞાન આપવામાં આવે છે. આ કામ સર્વપ્રથમ માતા પિતા અને ત્યાર બાદ ગુરુ દ્વારા કરવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા સૌથી પહેલા ગુરુ આપણા માતા પિતા છે.
માતા પિતા જીવનની અમુક બાબતો શીખવે છે જે બાદ પોતાના બાળકને ગુરુના ભરોસે છોડી દે છે તેમને વિશ્વાસ હોઈ છે કે ગુરુ દ્વારા પોતાના બાળકને યોગ શિક્ષણ મળશે અને અને તે જીવનના તમામ કઠિન પરીક્ષાઓ પાર કરી શકશે આપણે સૌ જાણીએ છીએ કે માતા પિતા બાદ ગુરુ જ એક એવી વ્યક્તિ છે કે જે વિચારે છેકે પોતાનો વિધાર્થી પોતાના કરતા આગળ નીકળે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતીમાં ગુરુને ” માસ્તર ” કહેવામાં આવે છે. જેનો અર્થ એ થાય છે કે મા ના સ્તર ની વ્યક્તિ. ગુરુ પોતાના વિધાર્થી માટે માતા ની જેમ તેની ચિંતા કરે છે. અને તેને આગળ વધારવા માટે પ્રયત્ન કરે છે.
પરંતુ હાલના સમયમાં એવા પણ ઘણા ગુરુ છે કે જેમણે પોતાના અસામાજિક કાર્યોથી આખી શિક્ષક કોમ્યુનિટી ને બદનામ કરી છે આપણે અહીં એક આવાજ લંપટ શિક્ષક વિશે વાત કરવાની છે કે જેના વિશે જાણ્યા પછી કોઈ પણ વ્યક્તિ પોતાના બાળકોને શિક્ષક પાસે મોકલતા પણ ડરશે. મિત્રો આ ઘટના અમદાવાદ ની છે કે જ્યાં એક શિક્ષકે માણસાઈ ની તમામ હદો પાર કરી છે.
મિત્રો અમદાવાદ શહેરમાં આવેલા થલતેજમાં આવેલા ટ્યૂશનક્લાસીસ કે જેનું નામ એલન છે. કે જ્યાં એક લંપટ શિક્ષક પણ ભણાવતો હતો જણાવી દઈએ કે આ શિક્ષકનું નામ મયંક દીક્ષિત છે તેઓ આ ખાનગી ટ્યૂશન ઉપરાંત બાયજૂસ માં પણ લેક્ચર લે છે. જણાવી દઈએ કે આ ઘટના વર્ષ 2016 ની છે કે જયારે આ શિક્ષક ક્લાસીસ માં ભણાવી રહ્યો હતો ત્યારે એક યુવતી પણ તેમની પાસે ભણવા આવતી હતી.
તેમણે આ યુવતીને વર્ષ 2016 થી 2018 સુધી ભણાવી આ સાથો સાથ આ વ્યક્તિએ બે વર્ષ સુધી આ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું સાથો સાથ તેણે આ અંગે વિડિઓ પણ બનાવ્યો હાલમાં યુવતા લગ્ન નક્કી થયા હતા જે બાબાદ અને આ લંપટ શિક્ષક ને ખબર પડતા તેણે પીડિતા યુવતીને વિડિઓ વાયરલ કરવાની ધમકી આપી અને તે લગ્ન ના કરે તે માટે યુવતી ને બ્લેકમેઈલ કરતો હતો.
જો કે ઘણો સમય આ યુવતીએ તેનાથી ડરી જે બાદ એક દિવસ તેણે સમગ્ર ઘટના અંગે પોતાના પરિવાર ને વાત કરી જે બાદ પરિવાર દ્વારા આ શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી જણાવી દઈએ કે આ ફરિયાદ બાદ પોલીસ ટિમ દ્વારા તપાશ હાથ ધરવામાં આવી જે બાદ આ લંપટ શિક્ષકની હાલ ગિરફ્તારી કરવામાં આવી છે. અને પૂછતાછ કરવામાં આવે છે.