શિક્ષકનો દીકરો આવી રીતે બન્યો ડોન ! 16 વર્ષ ની ઉમરે ગેંગ બનાવી પરંતુ અંત મા એવુ દર્દનાઈ મોત મળ્યુ કે…
અત્યાર સુધી તમે દરેક વ્યક્તિની સફળતાની કહાની સાંભળી હશે પરંતુ આજે અમે આપને જણાવશું એક શિક્ષકના દીકરાની ડોન બનવાની સફર વિશે. ખરેખર આ ઘટના વિશે સપૂર્ણ માહિતી જાણીએ કે કંઈ રીતે એક 16 વર્ષનો બાળક ડોન બન્યો હશે. આ ઘટના કોઈ સામાન્ય નથી પરંતુ કહેવાય છે ને કે, જીવનમાં ક્યારેક એવો સમય આવી જાય કે એ સમયની સાથે અનેક સમસ્યાઓનું સર્જન થતું હોય છે.
16 વર્ષની ઉંમરે શરૂ કરેલ ગુનાહિત પ્રવૃતિઓ એ 20 વર્ષની ઉંમરે જ ગુનાની દુનિયામાં મોટું નામ બનાવી લીધું હતું. આ વ્યક્તિ એટલે ઉજ્જૈનનો દુર્લભ કશ્યપ. આ તરુણવયના છોકરા એ માત્ર 16 વર્ષની ઉંમરમાં પોતાની ગેંગ બનાવી લીધી હતી.માત્ર 20 વર્ષે તો ગુનાની દુનિયામાં નામ કમાવી લીધું હતું. સૌથી મહત્વની વાત એ છે કે, દુર્લભ કશ્યપના નામથી શહેરમાં લોકો તેમના થી ડરતા.
આ છોકરા એ પોલીસ કે કાયદાનો ડર રાખ્યા વિના પોતાની ફેસબુક પ્રોફાઇલ પર પણ લખ્યું હતું કે કોઈ પણ પ્રકારના વિવાદના સમાધાન માટે સંપર્ક કરો. ખૂબ નાની વયે ગુનાહિત પ્રવુતિઓ કરવા લાગ્યો.ઉજ્જૈનના દુર્લભ કશ્યપથી આખું શહેર ફફડતું હતું. જ્યારે તે 20 વર્ષનો થયો ત્યારે તેનો દેખાવ પણ દુર્લભ હતો અને તે ખૂબ જ પાતળો હતો. તેના માથા પર તિલક અને આંખમાં કાજલ રહેતી હતી. ઉપરાંત તે ખભા પર ગમછા પહેરતો હતો.
તેમાં કપડા અને તેના દેખાવને કારણે પણ તેની અલગ ઓળખ હતી. તેને બિલાડી બહુ ગમતી. સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહેતો અને પોતાની લાઇફસ્ટાઇલના લીધે યુવાનો તેમના ચાહક હતા દુર્લભના પિતાનું નામ મનોજ કશ્યપ છે. તે જીવાજીગંજના રહેવાસી છે. દુર્લભના માતા ઉજ્જૈનની એક શાળામાં શિક્ષક તરીકે પણ રહી ચૂકેલા છે. દુર્લભનો જન્મ વર્ષ 2000 માં ઉજ્જૈનમાં થયો હતો.
દુર્લભના પિતા વ્યવસાયએ વેપારી હતા. જ્યારે માતા શિક્ષક હતા. દુર્લભના પિતાની એવી ઇચ્છા હતી કે તેમનો દીકરો તેમની પેઢી સંભાળશે પરતું તેને તો ગુનાહિત પ્રવુતિઓનો માર્ગ અપનાવ્યો હતો. આમ પણ કહેવાય છે ને કે, પાપનો ઘડો એકવાર અવશ્ય છલકાય જાય છે. આ યુવાન સાથે એવું જ થયું. ખૂબ ક નાની ઉંમરે તેનાં જીવનનો અંત આવી ગયો.તા.6 ડિસેમ્બર 2020 ના રોજ ચાની દુકાન પર અન્ય ગેંગ સાથે દુર્લભનો વિવાદ થયો હતો. આ દરમિયાન બંદૂકમાંથી ગોળીઓ ચાલી હતી અને છરીથી પ્રહાર થયા હતા. જેમાં દુર્લભનું દુઃખદ મોત થયું.