Gujarat

સુરતમા શિક્ષકની કાળી સીસીટીવી મા કેદ થઈ! ધોરણ 8 ની વિદ્યાર્થીની સાથે ક્લાસરુમ મા…

હાલ ના સમય મા બલાત્કાર અને છેડતી ની ઘટના સામાન્ય બની ગઈ હોય એવુ લાગી રહ્યુ છે ખાસ કરીને મોટા સિટી મા પ્રકાર ની ઘટના વારંવાર બની રહી છે ત્યારે માતા પિતાઓ ને પણ હવે પોતાના સંતાનો પ્રત્યે ધ્યાન આપવાનો સમય આવી ગયો છે. જો હવે જાગૃતિ નહી આવે તો આ પ્રકાર ની ઘટના ઓ સામે આવતી રહેશે. થોડા દિવસ અગાવ જ એક શિક્ષકે શાળા ના વોટ્સએપ ગૃપ મા ખરાબ વિડીયો નાખ્યા હતા ત્યારે ફરી એક ઘટના સુરત થઈ સામે આવી છે જેમા ત્રણ વર્ષ જુનો વિડીયો સામે આવ્યો છે જેમા લંપટ શિક્ષક વિદ્યાર્થી ની છેડતી કરતો નજરે પડી રહ્યો છે.

આ ઘટના સુરતની સચિન સનલાઈટ શાળા મા બની હતી જેમા સનલાઇટ સ્કૂલના પ્રિન્સિપાલનું કોરોનાથી મૃત્યુ થયા બાદ જ્યારે તેમના પરિવારે સ્કૂલ મેનેજમેન્ટને પ્રિન્સિપાલનું લેપટોપ પાછું આપ્યું ત્યારે તેમાં રહેલા વીડિયો જોઈને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ચોંકી ઉઠ્યા હતા. આ ઘટના ને લઈને  સ્કૂલે નિર્ણય કર્યો કે, ભલે શાળાનું નામ જાહેર થાય પણ આવા શિક્ષક સામે જો પગલા ન લેવાય તો તે ફરીથી આવા કૃત્ય કરતો રહેશે એટલે શુક્રવારે ડીઇઓને ફરિયાદ કરાઈ હતી.

વિડીયો 2019 નો છે જ્યારે નીલેશ ભાલાણી નામનો શિક્ષક ધોરણ 8 થઈ 10 ના વિધાર્થીઓ ને ગણીત અને વિજ્ઞાન વિષય ભણાવતો હતો. જ્યારે એક દિવસ રીસેસ ના સમય દરમ્યાન ધોરણ 8 ની વિધાર્થીની સાથે ક્લાસરુમ મા જ નીલેશ ભાલાણી અડપલા અને ખરાબ ટક કરતો હતો જે સમગ્ર ઘટના ક્લાસ ના સીસીટીવી મા કેદ થય હતી. જ્યારે તત્કાલીન પ્રિન્સીપાલ મનિષ પરમારના આ વાત ધ્યાને આવતા નીલેશ ઉપર વોચ રાખવાનુ ચાલુ કર્યુ હતું અને 5 જેટલા વિડીઓ ભેગા કર્યા હતા. પરંતુ કોરોના ના કારણે મનિષ નુ મૃત્યુ થયુ હતુ.

થોડા દિવસ પહેલા આ લેપટોપ મનીષ ના પરિવારે શાળા મા જમા કરાવ્યુ ત્યારે તેમાંથી નિલેશની લંપટ લીલા સામે આવી હતી. ઇન્ચાર્જ આચાર્યએ ટ્રસ્ટી જયસુખભાઈને વીડિયો બતાવ્યા હતા. ત્યારે શાળા એ વિદ્યાર્થીની ના પરિવાર નો સંપર્ક કરતા જાણવા મળ્યુ હતુ કે બદનામી ના ડર થઈ ફરિયાદ નહોતી કરી. સામાન્ય રીતે કોઈ પણ શાળા આ પ્રકાર ની ઘટના દબાવી દેતી હોય છે પરંતુ શાળા ના ટ્રસ્ટી એ શાળા ના નામ સાથે જિલ્લા શિક્ષણાધિકારીને નિલેશ સામે પુરાવા સાથે ફરિયાદ આપી છે.

2019 મા આચાર્યએ નીલેશ ના આ વિડીઓ સાચવી રાખ્યા હતા પરંતુ કોરોના કારણે મૃત્યુ થતા શિક્ષક ની કરતુત બહાર આવી નહોતી પરંતુ ત્રણ વર્ષે પ્રિન્સિપાલ સચ્ચાઈ સામે લાવવા નીમીત બન્યા હોય તેમ વિડીઓ સામે આવ્યા હતા. જ્યારે આ અંગે શિક્ષક નીલેશ ભાલાણી એ તમામ આક્ષેપ ફગાવી દીધા હતા અને જણાવ્યુ હતુ કે કોરોના કાળમાં શાળા દ્વારા મને ખૂબ ઓછો પગાર આપવામાં આવતો હતો, ટ્યૂશન પણ લેવડાવતા હતા. હવે હું બીજી શાળામાં છું એટલે મારી સામે ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે. જે વિદ્યાર્થિનીની છેડતી કરવાનો મારી પર આક્ષેપ કરવામાં આવ્યો છે તે મારી પરિચિત જ છે. આ વિદ્યાર્થિનીએ પણ શાળામાંથી નામ પરત લઈ લીધું છે. મારી પરના આક્ષેપ ખોટા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!