Gujarat

ટીમ ઇન્ડિયાના ક્રિકેટર હાર્દિક પંડ્યા પહોંચ્યા સોમનાથ મહાદેવના દર્શને! મહાદેવના ચરણે મહાપૂજા અને ધ્વજા ચડાવી..જુઓ ખાસ તસવીરો

સૌરાષ્ટ્રનું સૌથી પવિત્ર ધામ એટલે સોમનાથ. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દેશ વિદેશના ભક્તો સહિત અનેક મહાનુભાવો દર્શનાર્થે પધારતા હોય છે. હાલમાં જ ઇન્ડિયા ટીમના ખેલાડી અને મુબંઈ ઇન્ડિયન્સના કપ્તાન હાર્દિક પંડ્યા સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા. સોશિયલ મીડિયા પર આ ખાસ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાર્દિક પંડ્યાની તમામ તેમના ચાહકો નારાજ છે કારણ કે, ગુજરાતની ટીમ છોડીને મુંબઈની ટીમમાં સામેલ થયેલ.

હાલમાં તમામ ચાહકો એક તરફ હાર્દિક પંડ્યાને ટ્રોલ કરી રહ્યા છે તેમજ આઈ.પી.એલ.નો ત્રણ મેચ તેઓ હારી ગયા છે. સતત નિષ્ફળતા મેળવવાના કારણે હાર્દિક પંડ્યા સોમનાથ મહાદેવમાં શરણે પહોંચ્યા છે. સોમનાથ મહાદેવ ના દર્શન કરીને ને મહાદેવના સાનિધ્યમાં પૂજા અર્ચના કરી અને મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

સૌથી ખાસ વાત એ છે કે, હાર્દિક પંડ્યા એ શ્રી સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજન કર્યું હતું. આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ મહાદેવનું સ્મૃતિ ચિત્ર અને પ્રસાદ આપી મહાનુભાવનું અભિવાદન કર્યું હતું. હાલમાં આ તમામ તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!