હિંમતનગર ના શિક્ષક ને સલામ ! શાળા માટે 15 લાખ રુપીયા ના પ્લાટ શાળા ને દાન મા આપી દીધા મ…
હાલના સમય મા આપણે અનેક એવી ઘટના ઓ જોઈ કે જેમા શિક્ષણ ને લાંછન લગાડતી ઘટના ઓ સામે આવીતી હોય ત્યારે આજે એક પોઝીટીવ સ્ટોરીની વાત તમને કરીશુ જેમા મહેસાણાની એક શાળાના શિક્ષક એ બાળકો ના ભવિષ્ય માટે લાખો રુપીયા ની જમીન શાળા ને આપી દીધી છે તો આવો જાણીએ આ અનોખા કીસ્સા વિશે.
આપણે જે શિક્ષક ની વાત કરીએ છીએ એ શિક્ષક નામ શિક્ષક રામાભાઈ સુતરિયાએ જેવો ઈડર તાલુકાના ચિત્રોડા પ્રાથમિક શાળા નંબર-1માં ફરજ બજાવતા શિક્ષકે નિવૃતિ બાદ ચિત્રોડાની ઉપેન્દ્રનગર વસાહતમાં આવેલી પ્રાથમિક શાળા માટે અંદાજે 15 લાખના પાંચ પ્લોટ દાનમાં આપી દીધા. તેવા એ આ કામ કરી નામ બનાવવા માટે નહિ પણ બાળકો ના ભવિષ્ય માટે કર્યુ છે તેવુ તેવો એ જણાવ્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કેસાબરકાંઠા જિલ્લામાં અત્યારે 1400થી વધુ પ્રાથમિક શાળાઓ કાર્યરત છે, જેમાંથી 400થી વધુ શાળાઓમાં બાળકો માટે મેદાનની યોગ્ય વ્યવસ્થા પણ નથી. ત્યારે શિક્ષક રામાભાઈ સુતરિયાએ સમાજ ને એક નવી રાહ ચિંધી છે અને ‘નામ કરતા કામનું મહત્વ’ કહેવતને સાર્થક કરી છે.
નિવૃત શિક્ષક શિક્ષક રામાભાઈ સુતરિયા એ આ નિર્ણય લેતા પહેલા તેવો ને એ વાત ધ્યાન મા આવી હતી કે પ્રાથમિક સ્કૂલમાં ભણતા બાળકો માટે કેટલીક સગવડોનો અભાવ હોવાની સાથે રમતનું મેદાન પણ નથી. જેના લીધે શારીરિક ગુણોમાં બાળકોને મુશ્કેલીઓ પડે છે. જેથી નિવૃત શિક્ષક રામાભાઈ સુતરિયાએ સ્થિતિ અંગે ગંભીરતાથી વિચાર્યા બાદ પાંચ પ્લોટ પ્રાથમિક શાળાને અર્પણ કરીને નવા રાહ ચીંધ્યો છે. તેમના આ કામને લોકો બિરદાવી રહ્યા છે અને આખા ગામમાં તેમની ખૂબ પ્રશંસા પણ થઈ રહી છે.