ગુજરાતના આ શહેરો હજી ઢંઠી નો માર રહેશે ! હવામાન વિભાગે અને અંબાબાલ પટેલે કરી આગાહી…
છેલ્લા ચાર પાંચ દીવસથી ઠંડી ને લીધે આખુ ગુજરાત ઠંડુગાર બન્યુ છે ત્યારે આગામી દિવસો ઉતરાયણ મહા પર્વ મા પતંગ રસીકો ની મજા પણ બગડી શકે છે કેમ કે એક બાજુ કોરોના ની ગાઇડલાઇન ની કડક અમલવારી અને બીજી બાજુ ઠંડો પવન કેમ કે ઉત્તરાયણમાં 14મી જાન્યુઆરીએ પવનના સુસવાટા બોલશે. એવી હવામાનની આગાહી કરતી સંસ્થાઓનું અનુમાન છે.
આ ઉપરાંત ગુજરાત ના અનેક જીલ્લા ઓ મા ઠંડો પવન ફુકાશે. ત્યારે ગયાં દિવસો મા પણ ઠંડી નુ પ્રમાણ વધ્યુ છે અને સમગ્ર રાજ્યમાં 5.8 ડીગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું હતું. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમા યેલો એલર્ટ જાહેર કર્યુ છે. અને જણાવવા મા આવ્યુ છે આગામી 13 જાન્યુઆરી સુધી જોરદાર ઠંડી પડશે.હવામાન વિભાગના મતે, આજે અને આવતીકાલે બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, કચ્છ, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગરમાં કોલ્ડ વેવ રહેશે.
જો ઉતરાયણ ના દિવસની વાત કરવામા આવે તો 30થી 33 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. અને કેટલાક જિલ્લામાં લઘુતમ તાપમાન 8 ડીગ્રી સુધી ગગડવાની શક્યતા છે. આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ એક મહત્વ ની આગાહી કરી છે. જેમા જણાવ્યું છે કે આગામી 18થી 20 જાન્યુઆરી દરમિયાન ત્રણ દિવસ કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનુસાર રાજ્ય મા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ઠંડીનુ પ્રમાણ વધ્યુ છે અને આગામી તારીખ તારીખ 18 , 19 અને 20 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે અને આ ઉપરાંત ફેબ્રુઆરી મા પણ માવઠું થવાની શકયતા વ્યકત કરવામા આવી હતી.
