અંબાણી પરિવારએ લગ્નમાં પધારેલા દરેક મહેમાનોને આપી મોંઘેરી રિટર્ન ગિફ્ટ! એવી વસ્તુ આપી કે જોતા જ રહી જશો….જુઓ વિડીયો
અંબાણી પરિવારના ભવ્ય લગ્નનું આયોજન અને તેમાં થયેલ ખર્ચે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. આ લગ્નમાં અંબાણી પરિવારે જે રીતે આપલે કરી છે તે પણ ચર્ચાનો વિષય બન્યું છે. આ લગ્નમાં અંદાજે 5000 કરોડનો ખર્ચ થયો છે.અંબાણી પરિવારના અનંત અને રાધિકાના લગ્નમાં કોઈપણ પ્રકારની કરકસર કરવામાં આવી ન હતી. દરેક મહેમાનને અનોખી અને યાદગાર ભેટ આપીને અંબાણી પરિવારે સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
આ લગ્નમાં અંબાણી પરિવાર દ્વારા ખાસ ગિફ્ટ આપવામાં આવી છે. દરેક મહેમાનને રિટર્ન ગિફ્ટ આપીને અંબાણી પરિવારે સૌનું સ્વાગત કર્યું. સૌથી ખાસ વાત એ છે કે, મુકેશ અંબાણીએ અનંતના 25 મિત્રોને 2 કરોડ રૂપિયાની કિંમતની ખાસ ઘડિયાળ ભેટમાં આપી હતી. કર્મચારીઓને પણ ને ચાંદીનો સિક્કો અને ફરસાણ-મીઠાઈનું બોક્સ આપીને તેમનું મુખ મીઠું કરવામાં આવ્યું હતું.
સૌથી ખાસ વાત એ છે કે, દરેક મહેમાનને કંકોત્રી સાથે એક ગિફ્ટ બોક્સ મોકલવામાં આવ્યું હતું. આ ગિફ્ટ બોક્સમાં ચાંદીનું મંદિર, ચાંદીની મુખવાસ દાની, ચાંદીના બાઉલ અને એક હીરા જડિત એન્ટિક સેટ પણ સામેલ હતું.અંબાણી પરિવારે આ લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચ્યા હશે તેમાં કોઈ શંકા નથી. પરંતુ આ લગ્નમાં જે રીતે આપલે કરવામાં આવી છે તે ખરેખર પ્રશંસનીય છે. અંબાણી પરિવારે પોતાની સંપત્તિનો ઉપયોગ સમાજ માટે કરવામાં માને છે અને આ લગ્નમાં તેમણે આ વાત સાબિત કરી છે.
આ લગ્નમાંથી આપણે એ શીખી શકીએ છીએ કે જો આપણી પાસે પૈસા હોય તો આપણે તેનો ઉપયોગ સારા કામો માટે કરી શકીએ છીએ. આપણે પણ અન્ય લોકોને ખુશ કરવા માટે કંઈક કરી શકીએ છીએ.અંબાણી પરિવારના આ ભવ્ય લગ્ને સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે.
