ગામડાના છોકરાઓ એ તો ધમાલ કરી દીધી, એવી કાઠિયાવાડી બોલી બોલ્યા કે, હસીને લોટપોટ થઇ જશો, જુઓ વિડીયો
એક કાઠિયાવાડ એવો પ્રદેશ છે કે, જ્યાં જગતનો નાથ પણ ભૂલો પડ્યો હતો! કાઠિયાવાડની મહેમાનગતિ અને બોલી બહુ વખણાય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયો જોઈને તમને તમારું બાળપણ તો યાદ આવી જશે પણ સાથો-સાથ તમને તમને તમારા સ્કૂલના દિવસો પણ યાદ આવી જશે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પેજ પર વાયરલ થઇ રહ્યો છે, ચાલો અમે આપને આ વિડીયો અંગે વધુ વિગતવાર માહિતી આપીએ. ખરેખર આ વિડીયો જોઈને તમે પણ હસીને લોટપોટ થઇ જશો.
આ વિડીયોમાં તમે જોઈ શકશો કે, ગામડાનો છોકરાઓ સૌ ભણી રહ્યા છે, ત્યારે તેમના ટીચર બાળકોને સવાલ કરે છે કે, સવારે જમીએ તેને કાઠિયાવાડમાં શું કહેવાય ? આ સવાલ સાંભળતાની સાથે જ જે બાળકોને જવાબ આવડે છે, તેઓ હાથ ઊંચો કરે છે. ખરેખર આ દ્રશ્ય જોઈને સૌ કોઈને પોતાના શાળાના દિવસો યાદ આવી જશે કારણ કે, જ્યારે પણ શાળામાં ટીચર કોઈપણ સવાલ કરે ત્યારે જેમને પણ જવાબ આવડતો હોય એ સૌથી પહેલા ઊંચો હાથ કરે અને ઘણા વિધાર્થીઓ એવા પણ હોય છે, જે જવાબ ન આપવો પડે તે માટે એકબીજાની પાછળ સંતાઈ જાય છે, જેથી કરીને ટીચરની નજરમાં ન આવે.
આ વિડીયોમાં તમે જોઈ શકશો કે એક પછી એક છોકરાઓ જવાબ આપે છે કે, સવારના જમવાને શિરાવું કહેવાય, બપોરના જમવાને રોંઢા કહેવાય અને રાત્રે જમવાને શું કહેવાય તે અંગે પૂછવામાં આવ્યું તું એક વિધાર્થીએ એવો જવાબ આપ્યો કે ” ગળશવું ” આ જવાબ સાંભળીને સૌ કોઈ હસવા લાગ્યા કારણ કે રાત્રે જમવાનું હોય તેને ” વાળું ” કહેવાય. આ વિડીયો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને સૌ કોઈને પોતાના બાળપણના દિવસોની યાદ અપાવે છે.
આ વિડીયોમાં તમેં જોઈ શકશો કે, અત્યાર સુધીમાં આ વિડીયોને 8 હજારથી વધુ લાઈક અને શેર મળી ગયા છે તેમજ સૌ કોઈ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. ખરેખર આ વિડીયો રમુજી છે પણ સાથો સાથ આપણને એ પણ શીખવે છે કે આપણા બાળકોને આપણી માતૃભષાનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ , તે ભલે પછી આપણી જૂની કહેવતો હોય કે પછી તળપદા શબ્દો પણ આપણે જે પ્રદેશમાં રહેતા હોય ત્યાંની બોલી તો આપણને આવડવી જોઈએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.