Gujarat

દ્વારકાધીશની નગરી દ્વારકા રોશનીથી ઝગમગી ઉઠી!! આ તારીખે પીએમ મોદી પધારશે દ્વારકાધીશના દર્શને, સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન પણ… જુઓ આ તસ્વીર

દ્વારકા હાલમાં રોશનીઓથી ઝગમગી ઉઠી રહ્યું છે, કારણ કે દ્વારકાને આંગણે ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યા છે, તેમની આ મુલાકાત દ્વારકા માટે ઐતિહાસિક દિવસ તરીકે સાબિત થશે કારણ કે અનેક યુગો પછી હવે ભક્તો માટે બેટ દ્વારકાની યાત્રા ખુબ જ સરળ અને સુંદરમય બનશે કારણ કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ઓખા અને બેટ દ્વારકાને જોડનાર ” સુદર્શન સેતુ ” નું ઉદ્ઘટાન કરશે.

આ બ્રિજ દરિયાની વચ્ચે બન્યો છે, જેથી પ્રવાસીઓ માટે હવે બેટ દ્વારકાના દર્શન કરવા સરળ અને યાદગાર બની રહેશે. અત્યાર સુધી તમામ ભાવિ ભક્તો બોટ દ્વારા બેટ દ્વારકાના દર્શનાર્થે જતા હતા પરંતુગુજરાત સરકાર અને મોદીજી દ્વારા ગુજરાતને અનોખી ભેટ મળી છે.

સુદર્શન સેતુ બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આગામી તા. 25 ફેબ્રુઆરીના રોજ દેવભૂમિ દ્વારકા આવશે, જેથી તેમના આગમન પહેલા જ દ્વારકા નગરીને ખુબ જ મનમોહક રીતે સજાવવામાં આવી છે.

મીદીજીના આગમન પહેલા જ ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, દેવભુમિ દ્વારકા તેમજ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો.

વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શ પ્રવાસીઓ તથા શ્રદ્ધાળુઓ નિહાળીને ધન્યતા અનુભવી હતી, આ પહેલા ક્યારેય પણ દ્વારકા પર આવું દ્રશ્ય નથી સર્જાયું. આપણે ઔ કોઈ જાણીએ છે કે દ્વારકા પવિત્ર ધામ છે અને ગુજરાતના લોકો માટે આસ્થાનું કેન્દ્ર સમાન છે.

એવી જ રીતે શ્રી કૃષ્ણનું નિવાસ સ્થાન બેટ દ્વારકા પણ શ્રદ્ધાળુઓ માટે અતિ પાવનકારી છે. હવે બેટ દ્વારકાને ભૂમાર્ગે જોડતા બ્રિજના નિર્માણ સાથે બેટ દ્વારકાના લોકો પણ ખુશી અનુભવી રહેતા છે, આ બ્રિજનું 25મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!