દંપતીએ પેહલા પોતાના બે ફૂલ જેવા સંતાનને દર્દનાક મોત આપ્યું બાદમાં પોટે ફાંસીના માચડે પોતનું જીવન લટકાવ્યું! પુરી ઘટના જરૂરથી વાંચજો…
આજના યુગમાં ઈન્ટરનેટ ઉપયોગી છે, એટલું જ ખતરનાક પણ છે. હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક દંપતિએ તેમના બે બાળકો સાથે જીવન ટૂંકાવી લીધું. આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ. આ બનાવ દરેક લોકો માટે ચેતવણી સમાન છે.આ બનાવ રતિબાદ શહેરનો છે.
ગુજરાત વર્તમાનના અહેવાલ પ્રમાણે મૃતક ભૂપેન્દ્ર વિશ્વકર્માએ પોતાના નવ અને ત્રણ વરસના દીકરાને કોલ્ડડ્રિન્કમાં ઝેર નાંખીને મોતને ઘાટ ઉતાર્યા. ત્યારબાદ બંને દંપતીએ જીવન ટૂંકાવ્યું. આ બનાવમાં જાણવા મળ્યું જે મૃતક ભુપેન્દ્ર એ એપ્રિલમાં કોલંબિયાની એક કંપની સાથે કરાર કર્યો હતો.
csyonllem.com પર ઓનલાઈન કામ શરૂ કર્યું. કંપનીએ ભૂપેન્દ્રને વધુ લાલચ આપી પૈસા પડાવી લીધા અને એગ્રીમેન્ટ કરાવીને લોન આપેલ. પછી કંપનીએ 17 લાખ રૂપિયાની માંગણી શરૂ કરી. આરોપીએ મોબાઇલ ફોન અને લેપટોપમાંથી અંગત વીડિયો અને ફોટા મોબાઇલ ફોનમાં હાજર સંપર્કોને મોકલ્યા હતા.
આ કારણે તેમને આત્મહત્યા જેવું પગલું ભર્યું. આત્મહત્યા પહેલા ચાર પાનાની સુસાઈડ નોટ લખી હતી, જે સવારે 4 વાગ્યે તેની ભત્રીજીને વોટ્સએપ પર મોકલી હતી.
આ પહેલા તેણે પરિવાર સાથે સેલ્ફી પણ લીધી હતી. પોતાના કૃત્ય બદલ માંફી માંગી હતી અને પરિવારના સભ્યોને લોન માટે હેરાન ન કરવા વિનંતી પણ કરવામાં આવી છે. એક સાથે સૌના અગ્નિસંસ્કાર કરવાની અને પોસ્ટમોર્ટમ ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ઓનલાઈન કામ કરનાર લોકો માટે આ ચેતવણી ભર્યો કિસ્સો છે.