કપલે પોતાના લગ્ન માટે આપ્યું ભારતીય સૈનાને આમંત્રણ ! કંકોત્રી સાથે લખ્યું એક કાર્ડ, જેમાં એવી એવી વાત લખી કે જાણી તમને વખાણશો….
હાલના સમયમાં આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે લગ્નગાળો શરૂ થઇ ચુક્યો છે, એવામાં સોશિયલ મીડિયા પર એવી અનેક કંકોત્રીઓ સામે આવી રહી છે ખુબ અનોખી હોવાની સાથો સાથ ખુબ સારા સંદેશ પણ આપતી હોઈ છે. હજી હમણાં જ જૂનાગઢના એક પરિવારે કંકોત્રીમાં લોકોને મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો હતો, એવામાં હાલ આવો જ અનોખો કિસ્સો લઈને અમે આવિયા છીએ જેમાં એક યુગલે પોતાના લગ્નની કંકોત્રી સાથે એક કાર્ડ લખીને ભારતીય સૈનાને પોતાના લગ્નનું આમંત્રણ આપ્યું હતું.
જણાવી દઈએ કે આ યુગલે લગ્ન કંકોત્રીમાં ભારતીય સૈના માટે ફક્ત કંકોત્રી જ નહીં પણ અલગથી લખાણ કરેલ કાર્ડ આપી પોતાના લગ્નમાં પધારવા આમંત્રિત કર્યા હતા.વરરાજાનું નામ રાહુલ છે જ્યારે દુલ્હનનું નામ કાર્તિકા છે, 10 નવેમ્બરના રોજ રાહુલ અને કાર્તિકાના લગ્ન થયા હતા. આ લગ્ન પૂર્વે આ કપલે ભારતીય સેનાને પોતાના હાથેથી લખેલ નોટ સાથે કંકોત્રી પોહચાડી હતી અને પોતાના લગ્નમાં આવવા માટે ઇન્વિટેશન પણ આપ્યું હતું. આ ફોટો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, કારણ કે પેહલી વખત એવું બન્યું હશે કે કોઈ કપલે પોતાના લગ્નમાં ભારતીય સૈનાને આમંત્રણ આપ્યું હોય.
આ કપલ કેરળનું રહેવાસી હોવાનું હાલ સામે આવ્યું છે, આ કાર્ડમાં કપલ ભારતીય સૈના પ્રતિ લખે છે કે ‘તમારો દેશ પ્રત્યેનો પ્રેમ, દ્રઢ સંકલ્પ અને દેશભક્તિને લીધે અમે તમારા આભારી છીએ.’ આગળ તેઓ જણાવે છે કે ‘ અમને સુરક્ષિત રાખવા બદલ અમે તમારા શુક્રગુઝાર છીએ, તમારા લીધે જ અમે શાંતિથી સુઈ શકીએ છીએ, અમને આમારા પરિવાર સાથે આવા ખુશહાલ દિવસો દેવા માટે ખુબ આભાર.’ આવી અનેક હદયસ્પર્શી વાતો લખતા આ કાર્ડ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યું છે.
View this post on Instagram
આ કપલ ભારતીય સૈનાના આમંત્રિત કરતા લખે છે કે ‘અમારા આવા વિશેષ દિવસ પર તમને આમંત્રણ આપીને ખુબ આનંદ થઇ રહ્યો છે.’ ભારતીય સેનાના ઇન્સ્તાગ્રામ એકાઉન્ટ દ્વારા પણ લગ્નના આ નિમંત્રણને પોસ્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો અને કેપશનમાં આ કપલને લગ્નની શુભકામનાઓ આપે છે, એટલું જ નહીં સાથે સાથે એમ પણ લખવામાં આવે છે કે રાહુલ અને કાર્તિકના લગ્નના આવા નિમંત્રણ બદલ આ યુગલને ધન્યવાદ અને તેઓ એક ખુશાલ વિવાહિત જીવન જીવે તેવી શુભેચ્છા આપી હતી.