Gujarat

પહેલગામ હુંમલા મા મોત ને ભેટેલા ભાવનગર ના પિતા પુત્ર ની એક સાથે નીકળી અંતિમ યાત્રા… સર્જાયા કરુણ દૃશ્યો

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગરના પિતા-પુત્ર સ્મિત અને યતીશભાઈ પરમારનું ગોળીબારમાં મૃત્યુ થયું હતું.તેમના મુત્યુના કારણે ભાવનગરમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું હતું. મૃતક સ્મિત અને યતીશભાઈના પાર્થિવ દેહને ભાવનગર લાવવામાં આવ્યા હતા અને આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

બાપ-દીકરાની અંતિમ વિધિમાં ભાવનગરવાસીઓ જોડાયા હતા, અને આખું શહેર હીબકે ચડ્યું હતું, ખરેખર આ ઘટના ખુબ જ દુઃખદાયી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના ભાજપના નેતાઓએ હાજર રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ મૃતકના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી.

તમને જાણીને દુઃખ થશે કે હુમલામાં મૃત્યુ પામેલા યતીશભાઈ પરમારનો જન્મદિવસ થોડા દિવસો પહેલા એટલે કે ૧૮ એપ્રિલે જ હતો અને તેમણે જમ્મુ અને કાશ્મીરમાં તેમની પત્ની, પુત્ર, સાસરિયાં અને અન્ય પરિવારજનો સાથે તેની ઉજવણી કરી હતી. તેમના જન્મદિવસના ત્રીજા જ દિવસે તેમનું મૃત્યુ થવાથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પિતા અને પુત્રના મૃતદેહોને શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ ઇન્ડિગોની ફ્લાઇટમાં લાવવામાં આવ્યા હતા. બંને મૃતદેહોને અમદાવાદથી મોડી રાત્રે ભાવનગર રોડ માર્ગે લાવવામાં આવ્યા હતા અને ત્યાબાદ તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી અને આ અંતિમયાત્રામાં સૌ કોઈ લોકો જોડાયા હતા અને કરુણદ્રશ્ય સર્જાયા હતા અને સૌ કોઈની આંખમાં આંસુઓ વરસી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!