ગુજરાતી યુવકે ગજબ કર્યું! માર્કેટ માં હવે ” ઓ પંખીડા રે ” નું ઈંગ્લીશ વર્ઝન પણ આવી ગયું, જુઓ વિડીયો
એક ગુજરાતી યુવકે મહાકાળી માંનો અતિ પ્રિય ગરબો ઈંગ્લીશ સ્ટાઇલમાં ગાયો છે, આ વિડીયો સાંભળીને તમને આશ્ચર્ય થશે અને હસવું પણ આવશે કારણ કે આ યુવાને જે રીતે વિદેશીની બોલીની નકલ કરી છે, તે જોઈને હસવું આવી જાય. વાયરલ વિડીયોમાં તમે જોઈ શકશો કે આ ગુજરાતી યુવાને ” ઓ પંખીડા રે ઉડી જજે પાવાગઢ દેશ, માડી મહાકાળી માંને જઈને કેજે ગરબે રમે રે ” તમેં જોઈ શકશો કે યુવાને ગરબાના શબ્દોનું ઈંગ્લીશભાષાંતર નથી કર્યું પરંતુ માત્ર તેને એક વિદેશી ઢબમાં આ ગરબો ગાયો છે.
આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, યુવાનના આ વિડીયો પર સૌ કોઈએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે અને યુવકના આ ગીતના વખાણ પણ કરી રહ્યા છે અને ખરેખર આ વિડીયો જોઈને એ તો સમજાય જાય કે આજે ઘણા લોકો ઇન્સ્ટાગ્રામમાં વધુ એક્ટિવ રહે છે આ પ્રકારના વિડિયો બનાવે છે.
ઓ પંખીડા ગરબાના વિડીયોમાં યુવક ખૂબ જ મનોરંજક રીતે ગરબો ગાઈ રહ્યો છે. તેની બોલી અને હાવભાવ ખરેખર વિદેશી જેવા લાગે છે. વિડીયોમાં યુવકના ચહેરા પર એક અનોખી ખુશી અને ઉત્સાહ જોવા મળે છે.આ વિડીયોને લોકોએ ખૂબ પસંદ કર્યો છે. વિડીયોને હજારો લોકોએ જોયો છે અને હજારો લોકોએ તેના પર પ્રતિક્રિયા આપી છે. લોકો યુવકના ગરબાને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેની પ્રશંસા કરી રહ્યા છે.
આ વિડીયો એક સારો સંદેશ આપે છે કે સંસ્કૃતિ અને પરંપરાને બચાવવા માટે આપણે નવીનતા કરવાથી ડરવું જોઈએ નહીં. આ વિડીયો ભલે રમુજી લાગે પરંતુ એક હાસ્યપ્રદ વિડીયોની સાથે આ વિડીયો આજની યુવા પેઢીને આપણા પ્રાચીન અને લોક ગીતો સાથે જોડી રાખવામાં મદદ રૂપ થાય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
