Gujarat

વડોદારા : લગ્ન ની પહેલી રાત્રે જ મહીલા સાથે એવુ થયું કે જાણી ને આંખો ફાટી જશે ! રુમ મા સુવા પતિને બદલે

હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો આપણા દેશમાં દહેજ પ્રથા સાબ નાબુદ થવાના આરે છે પણ હજુ ઘણા બધા એવા ગામડાઓ અને શહેરો છે જેમાં દહેજ પ્રથા ચાલી રહી છે, એવામાં ક્યારેક ઓછુ દહેજ કે ક્યારેક દહેજ ન દેવાને લીધે અનેક દીકરી આ દહેજ ખોરાના ત્રાસથી કંટાળી જતી હોય છે અને અંતે આત્મહત્યા પણ કરી લેતી હોય છે. પણ વડોદરાની એક યુવતીનો કિસ્સો હાલ સામે આવ્યો છે જેમાં એક યુવતીનું લગ્નજીવન ફક્ત ત્રણ માસમાં જ ઉજડી ગયું હતું.

જણાવી દઈએ કે ઘટના વડોદરાની યુવતી સાથે બની હતી, જેમાં યુવતીને લગ્નની પેહલી રાત્રીમાં જ એવી થયું હતું કે યુવતીનું જીવન જ ખરાબ થઇ ગયું. યુવતીના લગ્ન ડોક્ટર સાથે થયા હતા એવામાં લગ્નની પેહલી જ રાતમાં ડોક્ટર પતિની જગ્યાએ પતિના બહેનના છોકરા રૂમમાં આવીને સુય ગયા હતા, એવામાં આ વાતને પેહલી વખત તો યુવતીએ સરળતાથી લીધી પણ આવું રોજ થવા લાગ્યું જેથી યુવતીએ પતિ અને પોતાની સાસુને આ વાત કહી તો સાસુને પતિએ ચોકાવી દેતો જવાબ આપ્યો હતો.

જણાવી દઈએ કે વડોદરામાં રેહતી આ યુવતીના લગ્ન બીજા રાજ્યમાં વીરજુ નામના યુવક સાથે થયા હતા જે ડોક્ટર તરીકેની ફરજ બજાવતો હતો. વડોદરાની આ યુવતીના લગ્ન તેના પિતાએ ખુબ જ ધૂમધામથી કર્યા, લગ્ન માટે યુવતીના પિતાએ 10 લાખ રૂપિયાની લોન પણ લીધી હતી. યુવતીએ જણાવ્યું કે પિતા દહેજમાં ઇલેક્ટ્રિક સાધનો, બે લાખ રૂપિયા રોકડ અને દાગીના આપ્યા હતા.

લગ્ન થતા યુવતી પતિ વીરજુ સાથે બીજા રાજ્યમાં રેહવા લાગી હતી, એવામાં લગ્નની પેહલી જ રાતમાં જયારે યુવતી પોતાના પતિની રાહ જોઈ રહી હતી ત્યારે તેના નણંદના છોકરા તેના રૂમમાં સુવા આવ્યા હતા. એક દિવસ માટે તો યુવતીએ આ વાતને ચલાવી લીધી પણ આવું વારંવાર થતા તેણે પતિ, સાસુ અને નણંદને આ વાત કહી તો પતિએ કહ્યું કે ઘરમાં તે કહે રે એમ જ રેહવું પડશે, એટલું જ નહી એમ પણ કહ્યું હતું કે તારા પિતાએ દહેજ પણ ઓછુ આપ્યું છે, જો વધુ દહેજ આપશે તોજ હું તારી સાથે સબંધ રાખીશ.

યુવતીના પિતાએ આટલું બધું દહેજ આપ્યું હોવા છતાં પતિ ધરાયો ન હતો આથી તે વારંવાર પોતાની માતા અને બહેન સાથે મળીને ત્રાસ ગુજારતો હતો. ત્રાસ વધતા આ વાતની જાણ યુવતીએ પિતાને કરી હતી જે બાદ પિતાએ 30 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા પણ તેમ છતાં યુવતી પર ત્રાસ ગુજારવામાં આવતો હતો. આ ત્રાસ વધી જતા હાલ યુવતીએ પોતાના પતિ, સાસુ-સસરા અને નણંદ વિરુધ ફરિયાદ નોધાવી હતી આથી હાલ પોલીસે યોગ્ય ગુના લગાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!