કરોડો રૂપિયાનું પાનેતર પહેરીને રાધિકાએ અનંતના ગળામાં પહેરાવી વરમાળા! જુઓ આ સુંદર વિડીયો આવ્યો સામે..
અંબાણી પરિવારના લાડલા દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવી રહ્યું છે. આ શાહી લગ્નમાં દરેક નાની-નાની વિગતો પર ધ્યાન આપવામાં આવ્યું છે. હાલમાં રાધિકા અને અનંતના વરમાળાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દંપતીની ખુશી જોઈને દરેક લોકો ફિદા થઈ ગયા છે.
વિડીયોમાં જોઈ શકાય છે કે, રાધિકાના પિતા વીરેન મર્ચન્ત પોતાની પુત્રીનો હાથ પકડીને લગ્નના મંડપ સુધી લઈને આવે છે. આ દરમિયાન રાધિકાના ચહેરા પર ખુશી છલકાઈ રહી છે. ત્યારબાદ રાધિકા અને અનંત એકબીજાને વરમાળા પહેરાવે છે અને એકબીજાનો હાથ પકડીને ડાન્સ કરે છે. આ દંપતીની કેમેસ્ટ્રી જોઈને દરેક લોકો પ્રભાવિત થયા છે.
રાધિકાએ આ ખાસ દિવસે ફેમસ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલ સુંદર પાનેતર પહેર્યું હતું. રાધિકાનો લુક જોઈને દરેક લોકો પ્રશંસા કરી રહ્યા છે. આગામી બે દિવસ સુધી અનંત અને રાધિકાનું લગ્નનું સેલિબ્રેશન જીઓ સેન્ટર ખાતે યોજાશે. આ પ્રસંગમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહેશે.
રાધિકા અને અનંતનો વરમાળાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વિડીયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને દંપતીને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.અનંત અને રાધિકાના લગ્ન એક શાહી લગ્ન છે જે દરેક લોકો માટે યાદગાર બની રહેશે. આ દંપતીને અમે હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ.
