India

પ્રેમી કપલે ટ્રેન નીચે આવી આપઘાત કરી લીધો ! સ્યૂસાઇડ નોટ મા 8 લોકો ના નામ લખ્યા અને લખ્યુ કે અમને…

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક પ્રેમી કપલે ટ્રેનના આગળ કૂદકો મારીને પોતાનો જીવ ગુમાવ્યો છે. આવો તમને વિગતે જણાવ્યે.

આ ઘટના રાજસ્થાનના ધૌલપુર જિલ્લામાંથી સામી આવી રહી છે જ્યાં એક પ્રેમી કપલે ટ્રેનના આગળ કૂદકો મારીને પોતાનો જીવ ગુમાવ્યો છે. સૂચના મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંનેના મૃતદેહોને કબ્જામાં લઈને પોસ્ટમાર્ટમ માટે મોકલાવી તપાસ શરૂ કરી દીધો હતો, આ દરમિયાન પોલીસને એક સ્યૂસાઇડ નોટ પણ મળ્યું છે, જેમાં પ્રેમી કપલે આત્મહત્યાનું કારણ જણાવ્યું છે. આ ઘટના પછી બંનેના પરિવારોમાં શોકનો માહોલ છે, પરિવારના સભ્યોની રડી-રડીને હાલત ખરાબ થઇ ગઈ છે.

તેમજ વાત કરીએ તો આ મામલો જિલ્લાના સદર પોલીસ સ્ટેશનના સાંડા ગામ પાસેનો છે. ગુરુવારે મોડી રાતે પ્રેમી કપલે ચાલતી ટ્રેનની આગળ કૂદકો મારીને પોતાનો જીવ આપી દીધો હતો. આત્મહત્યાના પહેલા પ્રેમીએ સોશિયલ મીડિયા પર સ્યૂસાઇડ નોટ પોસ્ટ કરી હતી, જે તેની સગીર પ્રેમિકાએ લખી હતી.

તેમજ સ્યૂસાઇડ નોટમાં સગીર પ્રેમિકાએ પોતાની આત્મહત્યા માટે આઠ લોકોને જવાબદાર ગણાવ્યા છે. સાથે જ પોતાના પ્રેમી સોનૂના પરિવારના સભ્યોને પરેશાન ન કરવાની વાત લખી હતી. આમ જોઈએ તો હાલ દેશમાં આપઘાત ને લગતા ખુબજ બનાવો સામે આવી રહયા છે. જેની પાછળ અલગ અલગ કારણ સામે આવતા હોઈ છે તો વળી કોઈ આપઘાતનું કારણ સામે પણ નથી આવતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!