India

પરિવારના સભ્યો એ પોતાની જીવતી જાગતી દીકરીનુ બેસણુ કરી નાખ્યુ ! કારણ જાણી આંચકો લાગશે…

શું તમે કયારે પણ વિચાર્યું છે કે, ભાઈ-બહેનના લગ્ન થઇ શકે. હિન્દૂ ધર્મમાં ભાઈ-બહેનના લગ્નને ખરાબ માનવામાં આવ્યું છે. દૂરના પણ થતા બહાઈ-બહેનના લગ્ન અંગે પરિવારજનો ક્યારે પણ વિચારી ના શકે. પરંતુ હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે જેમાં છોકરીએ મામાં દીકરા ભાઈ સાથેજ લગ્ન કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જે બાદ યુવતીના માતા-પિતાએ તેના જીવીત હોવા છતા મૃત માની દીકરીનું શ્રાદ્ધ પણ કરી નાખ્યું છે

 

વાત કરીએ તો આ ચોકાવનારો કિસ્સો બાગપતના જનપદનો છે. યુવતીએ પોતાના સગા મામાના દીકરા સાથે લવ મેરેજ કર્યા. આ વાતથી દુઃખી થઈ યુવતીના પરિવારજનોએ પોતાની દીકરી સાથે સંબંધ તોડી નાંખ્યો હતો. જે પછી મંગળવારે દીકરીનું શ્રાદ્ધ પણ કરી દીધું. આ પાછળ લવ મેરેજનું કારણ જવાબદાર છે. વાત કરીએ તો બડૌત પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતી આઝાદનગર કોલોનીમાં રહેતા અનિલ કુમારની દીકરીને પોતાના સગા મામાના દીકરા સાથે પ્રેમ થયો હતો. તેઓ 29 સપ્ટેમ્બરે ઘર છોડી ભાગી ગયા હતા.

જે બાદ બંને ભાઈ બહેને કોર્ટ મેરેજ કર્યા હતાં. જે બાદ તંત્ર સમક્ષ સુરક્ષાની માંગ કરી હતી. આ સંબંધથી નારાજ થયેલા માતા-પિતાએ પોતાની દીકરી સાથે કાયમ માટે સંબંધ તોડી નાંખ્યો અને તેનું શ્રાદ્ધ પણ કરી નાંખ્યું. બહેને ભાઈ સાથે લવ મેરેંજ કર્તા બને પરિવારનું સમાજમાં ખુબજ નિંદા થઈ હતી. તેમજ બંને પરિવાર તેમના પુત્ર પુત્રી ને લઇ ખુબજ ગુસ્સામાઁ આવી ગયા છે.

આ સંબંધથી નારાજ થયેલા માતા-પિતાએ પોતાની દીકરી સાથે કાયમ માટે સંબંધ તોડી નાંખ્યો અને તેનું શ્રાદ્ધ પણ કરી નાંખ્યું. યુવતીના પરિવારજનોએ કહ્યું કે- ‘બંને મામા-ફુઆના સંબંધથી ભાઈ-બહેન થાય છે. તેમણે ઘરેથી ભાગી પ્રેમ લગ્ન કર્યા અને સંબંધોને કલંકિત કર્યા છે. તેથી અમે કાયમ માટે તેમનાથી સંબંધ તોડી નાંખીએ છીએ. આજે દીકરીને મૃત માની તેનું શ્રાદ્ધ પણ કરી નાખ્યું.’ યુવક શામલી જનપદનો રહેવાસી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!