પ્રેમી સાથેની કામલીલા છુપાવવા માટે માતાએ જ પોતાના દિકરાની હત્યા કરી નાખી ! જાણો ક્યા ની છે ઘટના….
ક્યારેક એવી ઘટના સામે આવતી હોય છે કે સમાજ માટે ઘટના કલનકરૂપ સાબીત થાય છે. ભારત માં ખૂનખરાબા ના કિસ્સાઓ ખુબ જ સામે આવતા હોય છે. પણ એક ખૂન ની ઘટના મધ્યપ્રદેશ ની સામે આવી છે. જેમાં પ્રેમ પ્રકરણ માં એક માતા એ અને તેના પ્રેમી એ તેના જ પુત્ર ને મોત ને ઘાટ ઉતારી દીધો. માતા પોતાની આબરૂ બચાવવા પોતાના દીકરાની જ ખૂની બની.

મધ્યપ્રદેશ ના ઉજ્જૈન નું એક નાનું ગામ શાઝાપુર ની આ ઘટના છે. જેમાં 12 વર્ષના વરુણનો મૃતદેહ તેના જ ઘર માંથી મળી આવ્યો છે. અકોદિયા ટીઆઈ લક્ષ્મણ સિંહે દેવડાએ જણાવ્યું કે આ બાબતે અજ્ઞાત વ્યક્તિ પર કેસ નોંધ્યો છે. પોલોસ ને આજુબાજુ માં રહેતા પાડોશીઓ તરફ થી જાણવા મળ્યું કે જે દિવસે આ ઘટના બની તે દિવસે સંજય ઉર્ફે સુદર્શન બામનિયા તેના ઘરે આવ્યો હતો. આ સંજય નું મારનાર ની માતા મમતા ની સાથે અફેર હતું. મરનાર વરુણ ના પિતા ફળો વેચવાનું કામ કરે છે અને વરુણ ને એક બહેન છે.

તે ભાઈ બહેન પિતાની સાથે જતા ધંધો કરવા ચાલ્યા જતા. જે દિવસે આ ઘટના બની તે દિવસે 3 મેં ના રોજ વરુણ નો જન્મદિવસ હતો. આથી વરુણ બપોરે પોતાના જન્મદિવસ ની તૈયારી કરવા માટે વહેલો આવી ગયો. તે જયારે ઘરે આવ્યો તે દરમિયાન તેની માતા ને જોઈ ને તેની આંખો ફાટી ગઈ. કારણ કે તેની માતા તેના પ્રેમી સાથે આપત્તીજનક સ્થિતિ માં હતી. આ જોઈ ને તેની માતા અને પ્રેમી સંજય પણ ગભરાય ગયા. માતા એ પોતાની આબરૂ બચાવવા માટે પ્રેમી સાથે મળીને તેના પુત્ર ની હત્યા કરી નાખી.
તેની માતા અને પ્રેમી એ વરુણ નું તકિયું લઇ ને વરુણ નું મોઢું દબાવીને હત્યા કરી નાખી. તે પોતે બાદ માં ખેતરે ચાલી ગઈ અને પ્રેમી ને ભગાડી મુક્યો. સાંજે તેની બહેન અંજલિ જયારે ઘરે આવી ત્યારે તેનો ભાઈ મૃત અવસ્થા માં હતો અને સમગ્ર ઘટના બહાર આવી હતી. સમગ્ર ઘટના બાદ પોલીસે બન્ને ની અટકાયત કરી છે. માતા એ પોતાના પુત્ર ની હત્યા કરતા આખા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ.
