Entertainment

ગુજરાતની જનતા થઈ જજો તૈયાર!! આવનાર આ તારીખમાં મેઘો મંડાશે, જાણો કઈ તારીખે મેઘો મન મૂકી વરસશે…. જાણો પુરી વાત

હાલમાં ગુજરાતના અનેક શહેરોમાં મેઘરાજા ગાંડાટતુર બનીને અનરાધાર વરસી રહ્યા છે, હાલમાં જ હવામાન વિભાગે પણ વરસાદને લઇને મોટી આગાહી કરી છે, પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ગુજરાતમાં વરસાદનો યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ, આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

હવમાન વિભાગ અનુસાર જાણીએ છે કે, આજે ક્યાં વરસાદ થઈ શકે છે: બનાસકાંઠા, આણંદ, ભરૂચ: આજે આ ત્રણ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે તેમજ નવસારી અને વલસાડ: આ જિલ્લાઓમાં પણ આજે ભારે વરસાદ થઈ શકે છે અને સૌરાષ્ટ્રમાં પણ આજે સૌરાષ્ટ્રના દરેક ભાગમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગ અનુસાર 2 જુલાઈ: નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે છે. 3 જુલાઈ: બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે છે અને આગામી 24 કલાકમાં કોસ્ટલ વિસ્તારોમાં 30 થી 35 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

રાજ્યમાં ભારે વરસાદને કારણે નદી-નાળાઓમાં પાણીનું સ્તર વધી શકે છે.તંત્ર દ્વારા જાહેર કરાયેલી સૂચનાઓનું પાલન કરવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી રહી છે. નોંધ: આ માત્ર આગાહી છે, વાસ્તવિક વરસાદનું પ્રમાણ સ્થળ અને સમય મુજબ બદલાઈ શકે છે. ચોમાસાની ઋતુમાં દરેક વ્યક્તિએ સાવચેતી રાખવી તેમજ વીજળીથી પણ સુરક્ષિત રહેવું અને નદી કે ડેમથી દૂર રહેવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!