Gujarat

કચ્છમાં સોનાની શોધમાં ગયેલ લોકોને મળી આવી આવી કિંમતી વસ્તુ કે જે સોનાથી લાખ ઘણી ચડીયાતી!! એવુ તો શું મળ્યું?? જાણો પુરી વાત

ગુજરાતના કચ્છમાંથી એક અમૂલ્ય ખજાનો મળી આવ્યો છે, આ ખજાનાનો આપણી સંસ્કૃતિ ધરોહરનો છે, લોકો સોનુ શોધવા માટે ખોદકામ કરી રહ્યા હતા પરંતુ સોનાને બદલે એવી વસ્તુઓ મળી આવી છે, સોનાથી પણ વધુ મૂલ્યવાન છે. ચાલો અમે આપને આ સોના વિષે વધુ માહિતી આપીએ કે આખરે એવી તે શું વસ્તુઓ મળી આવી છે કે જેની ચર્ચાઓ ગુજરાતભરમાં થઇ રહી છે, મંતવ્ય ન્યુઝના અહેવાલ પ્રમાણે આ માહિતી જાણવા મળી છે. ચાલો અમે આપણે વિગતવાર માહિતી આપીએ..

લોકો સોનુ શોધવા માટે ખોદકામ કરી રહ્યા હતા પરંતુ ખોદકામ દરમિયાન એક પ્રાચીન સભ્યતા મળી આવી છે. આ ઘટના કચ્છની છે,ધોળાવીરાની વર્લ્ડ હેરિટેજ સાઇટથી 51 કિલોમીટર દૂર આવેલી લોદરાણી દાટેલા સોના પર બેઠી હતી. દંતકથાઓને સાચી માનીને, કેટલાક સાહસિક રહેવાસીઓ લગભગ પાંચ વર્ષ પહેલાં ભેગા થયા અને તેને સમૃદ્ધ બનાવવાના સપના જોતા ખોદકામ શરૂ કર્યું.

પુરાતત્વવિદોને માહિતી મુજબ અહીં હડપ્પન યુગની કિલ્લેબંધી વસાહત હતી.અજય યાદવ,આ શોધના મુખ્ય પુરાતત્વવિદ્ મુજબ નવી સાઇટ પરની સ્થાપત્ય વિગતો ધોળાવીરા જેવી જ છે. અજય યાદવે જણાવેલું કે આ સ્થળને અગાઉ પથ્થરથી બાંધેલી મોટી વસાહત તરીકે બરતરફ કરવામાં આવી હતી. લગભગ 4,500 વર્ષ પહેલાં અહીં જીવન સમૃદ્ધ હતું.


જાન્યુઆરીમાં ઔપચારિક રીતે ઓળખાયેલી આ જગ્યાને મોરોધારો નામ આપવામાં આવ્યું છે. પુરાતત્વવિદોએ જણાવ્યું હતું કે વિગતવાર તપાસ અને ખોદકામથી વધુ વિગતો સામે આવશે. આપણે સૌ કોઈ જાણીએ છે કે કચ્છમાં ધોળાવીરા છે. ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખદિર બેટ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતા તેવું અનુમાન છે. આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી વગેરે જોવા જેવું છે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે ઓળખે છે. મૂળ તો આ સ્થળ ધોળાવીરા ગામની નજીક આવેલું હોવાને કારણે તેનું નામ ધોળાવીરા પડી ગયું છે. ૧૯૬૭-૬૮ના અરસામાં ભારતીય પુરાતત્ત્વવિદ્ જગત પતિ જોષીએ આ સ્થળની મુલાકાત લઈ પ્રથમ વખત તેની માહિતી જાહેર કરી હતી. ૨૭ જુલાઈ ૨૦૨૧ના રોજ ધોળાવીરાને યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું હતુ.


નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!