હવામાન વિભાગે કરી મોટી આગાહી! આ રાજ્યોમાં હજુ પણ હિટ વેવની ભારે આગાહી તેમજ આ રાજયોને મળશે વરસાદમાંથી રાહત….
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદનો માહોલ શરૂ થઇ ગયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સમયમાં ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ પડશે, જેથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે.ગરમી ના કારણે અનેક લોકો મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં હીટ વેવની ચેતવણી જારી કરી છે.
રાજસ્થાનના જયપુર, કોટા, ઉદયપુર, બિકાનેર વિભાગોમાં બુધવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતા બેથી પાંચ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે. કેટલાક રાજ્યોમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદથી ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન કોસ્ટલ કર્ણાટક, કેરળ, માહે, કોંકણ, ગોવા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના છે .
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 17 જૂનથી થઇ ગઈ છે છતાં પણ હાલમાં લોકોને ભારે ગરમી ભોગવવી પડી રહી છે, આપણે જાણીએ છે કે, હાલમાં એક તરફચોમાસા ની શરૂઆત થઇ ચુકી છે છતાં પણ વરસાદ નથી થઇ રહ્યો. હાલમાં હવામાન વિભાગે જે આગાહી કરી તે અનુસાર ગુજરાતમાં ન તો હિટ વેવની આગાહી છે તેમજ ન તો ભારે વરસાદની આગાહી છે.