Gujarat

રાજકોટમાં યુવકે ચાલતા ટ્રક નીચે ઝંપલાવી મૌતને વ્હાલું કર્યું! સીસીટીવીમાં કેદ થઈ ઘટના જુઓ વિડીયો…

રાજ્યમાં જો આત્મહત્યાની ઘટનાઓ વિશે વાત કરવામાં આવે તો વર્તમાન સમયમાં રાજ્યમાં સદંતરે આત્મહત્યાની ઘટનાઓ વધારો જ થયો છે. કોઈ વ્યક્તિ આર્થિક તંગીના લીધે તો કોઈ વ્યક્તિ ત્રાસ કે જીવનથી કંટાળીને જીવન ટૂંકાવી લેતા હોય છે, હાલના સમયમાં તો નાના બાળકો પણ આત્મહત્યા કરવાના રવાડે ચડી ગયા છે. પણ રાજકોટ શહેરમાંથી એક ખૂબ દુખદ ઘટના સામે આવી છે જેનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે.

શહેરના ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી બનેલી આ ઘટના સામે આવી છે જ્યાં એક યુવકે ટ્રકને આવતા જોઈને ટ્રક નીચે ઝંપલાવી દીધું હતું આથી ઘટના સ્થળ પર જ યુવકનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું. આ પૂરી ઘટના રસ્તા પરના સીસીટીવી વિડીયોમાં પણ કેદ થઈ હતી. આ ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી દેવામાં આવ્યો હતો.

સીસીટીવી વિડીયોમાં આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે યુવક ગ્રીનલેન્ડ ચોકમાં ઉભેલો છે એવામાં ત્યાં રસ્તા પરથી એક ટ્રક પસાર થાય છે, આ ટ્રકને ચાલતો જોઈને યુવક રસ્તા પર આવે છે અને ટ્રકના પાછળના ટાયરમાં કૂદકો મારી જાય છે. એવામાં ત્યાં રસ્તા પર ફરજ બજાવી રહેલ ટ્રાફિક પોલીસના અધિકારીઓ આ યુવક પાસે આવે છે પણ ત્યાં તો આ યુવકને મૌતને ભેટી જાય છે.

આ ઘટનાને પગલે ઘટના સ્થળ પર પણ સ્થાનિકોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને યુવકની ઓળખ કરવામાં આવી રહી છે. આત્મહત્યાની આવી ઘટના જોયને સૌ કોઈ હચમચી ગયું હતું. હાલ તો યુવકના પરિવારની ઓળખ થયા બાદ જ યુવકનું આત્મહત્યાનું કારણ જાણવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!