દારૂની છૂટ છાટ બાદ ગિફ્ટ સિટીમાં પ્રપોટીના ભાવમાં આવ્યો મોટો ફેરફાર, જાણી લો પ્રોપટી સસ્તી થઈ કે મોંઘી….
ગુજરાત ગિફ્ટ સીટી એ ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદમાં આવેલું એક આંતરરાષ્ટ્રીય નાણાકીય અને ટેક્નોલોજી સિટી છે. તે ગુજરાત સરકાર દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે અને તેને વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે વિકસાવવાનો લક્ષ્ય છે.ગિફ્ટ સીટીના વિકાસથી ગુજરાતના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપવાની અપેક્ષા છે. તે નવી રોજગારી, રોકાણ અને આર્થિક વૃદ્ધિની તકો પેદા કરશે.
હાલાં જ ગ્લોબલ બિઝનેસ ઈકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં ”વાઈન એન્ડ ડાઈન” સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધેલ અને આ નિણર્યને કારણે ગિફ્ટ સિટીમાં પ્રૉપર્ટીના ભાવમાં 10 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. જ્યારથી દારૂની છૂટછાટ મળી બસ ત્યારથી રાતોરાત ગિફ્ટ સિટીની પ્રૉપર્ટીમાં વધારો જોવા મળી રહ્યો છે.
ગાંધીનગર ક્રેડાઈના પ્રમુખ કિરણ પટેલે કર્યો સૌથી મોટો ખુલાસો કર્યો છે. તેમણે જાણકારી આપી છે કે, દારૂની છૂટ માત્ર ગિફ્ટ સિટી પૂરતી જ છે, ફેઝ 2ના નિયમોમાં સરકારે પૂનઃ વિચારણાની જરૂર છે. ફેઝ 2માં FSI પણ ઓછી રાખી છે, કપાત અંગે પણ નક્કી કર્યું નથી. આ નિયમના કારણે બિલ્ડર, ખેડૂત અને ગ્રાહક બધાને નુકશાન થઈ રહ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.