Gujarat

વિદેશ જતા પહેલા સો વાત વિચારજો! કવીલેન્ડમાં ભારતીય યુવકનો મૃતદેહ મળી આવ્યો… પૂરી ઘટના જાણીને ચોંકી જશો….

હાલમાં જ એક ચોંકાવી દેનાર ઘટના વિદેશમાં બની છે.
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મોટાભાગના ગુજરાતીઓ વિદેશ કમાવવા માટે ને ભણવા માટે જાય છે ત્યારે આપણે એવી અનેક ઘટનાઓ થી વાત જ છીએ કે વિદેશમાં ગુજરાતીઓને જાનને વધારે ખતરો હોય છે અને અનેક ગુજરાતીઓની હત્યાના બનાવ પણ સામે બન્યા છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. ગુજરાત ટેકના એક અહેવાલ પ્રમાણે અમે આપને આ બનાવ વિશે વધુ માહિતી જણાવી.

થોડા જ મહિલા પહેલા અમેરિકામાં ગુમ થયેલો 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થી ક્લીવલેન્ડમાંથી મૃત હાલતમાં મળી આવ્યો છે. હૈદરાબાદના નાચારામનો રહેવાસી મોહમ્મદ અબ્દુલ અરાફાત ગયા વર્ષે મે મહિનામાં ક્લીવલેન્ડ યુનિવર્સિટીમાંથી IT માં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા અમેરિકા આવ્યો હતો પરંતુ અચાનક જ તે ગાયબ થઈ ગયો હતો અને આ કારણે પરિવારજનો એ ફરિયાદ પણ નોંધાવી હતી કારણ કે તે પરિવારમાં સંપર્કમાં ન હતો.

આ બનાવમાં સૌથી ચોંકાવી દેનાર વાત જાણવા મળી છે કે, ‘WKYC 3 ન્યૂઝ’ ટીવી ચેનલના અહેવાલ મુજબ, અરાફાત 5 માર્ચે રિઝર્વ સ્ક્વેરમાં પોતાનું ઘર છોડીને નીકળ્યો હતો પરંતુ પાછો આવ્યો ન હતો. ક્લીવલેન્ડ પોલીસે ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, તેઓને “અરાફાતની સલામતીની ચિંતા છે.” 

અરફાતે તેમની સાથે છેલ્લીવાર 7 માર્ચે વાત કરી હતી અને ત્યારથી તે તેના પરિવાર સાથે સંપર્કમાં નથી. આ બનાવમાં જાણવા મળ્યું છે કે, તા. 19 માર્ચે અરફાતના પરિવારને એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો જેણે દાવો કર્યો હતો કે અરફાતનું કથિત રૂપે ડ્રગ્સ અને નશીલા પદાર્થ વેચનારી ટોળકીએ અપહરણ કરી લીધું છે અને ડ્રગ ગેંગ તેની “મુક્તિ” માટે US$1,200ની માંગણી કરી હતી. હાલમાં યુવક નો મૃતદેહ મળતા પરિવારજનોમાં દુઃખનો માહોલ છવાઇ ગયો છે, આ દુઃખદ ઘટના તમામ લોકો માટે એક લાલબતી સમાન કિસ્સો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!