ભારતીય યુવકના પ્રેમમાં પાગલ થઈ ઈરાનની આ સુંદરી યુવતી, સાત સમંદર પાર કરી અવી લગ્ન કરવા માટે!! પ્રેમ કહાની છે ખુબ સુંદર… જાણો
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પ્રેમની કોઇ પરિભાષા નદી હોતી કારણ કે પ્રેમ તો સાશ્વત છે, પ્રેમ ક્યારેય પણ જ્ઞાતિ જાતિ અને ધર્મના બંધનોને નથી જોતી. આજે અમે આપને એક એવી જ સુંદર પ્રેમ કહાની વિશે જણાવીશું ખરેખર આ પ્રેમ કહાની દરેક લોકોને એક પ્રેરણા પણ આપશે કારણકે આ એક એવી કહાની છે તે આપણે ક્યારેય સ્વપ્નમાં પણ ના વિચારી શક્યા હોય.
યા દ્વારા જાણવા મળ્યું છે કે હાલમાં જ ભારતીય યુવકના પ્રેમમાં પાગલ થઈને ઈરાનની આ સુંદરી યુવતી, સાત સમંદર પાર કરી અવી લગ્ન કરવા માટે આવી. ચાલો આ અનોખી કહાની વિશે અમે આપને જણાવીએ. તમને જાણીને નવાઈ લાગશે કે, ઈરાનની ફૈઝા અને યુપીના મુરાદાબાદના દિવાકર અલગ-અલગ ધર્મના છે.
સૌથી ખાસ વાત એ છે કે, આ બન્ને જ સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો બન્યા હતા અને પછી પ્રેમ થયો. ફૈઝા તેના પિતા સાથે 20 દિવસના વિઝા પર ભારત આવી છે. અહીં બંનેની સગાઈ થઈ ગઈ અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લગ્ન થશે. ફૈઝા અને તેના પિતા મસૂદ પણ અયોધ્યા અને આગ્રા જશે. તેઓ રામ મંદિર અને તાજમહેલ જોઈને જ પોતાના દેશ પરત ફરશે.
યુટ્યુબર દિવાકર કુમાર ફેસબુક દ્વારા ફૈઝાના સંપર્કમાં આવ્યા હતા. જુલાઈ 2023માં, દિવાકર ટૂરિસ્ટ વિઝા પર ફૈઝાને મળવા ઈરાનના હમાદાન ગયો હતો. છોકરીના પિતા અખરોટની ખેતી કરે છે અને દિવાકર અને ફૈઝાના સંબંધીઓ લગ્ન માટે સંમત થયા. બે દિવસ પહેલા યુવતી તેના પિતા સાથે મુરાદાબાદ આવી હતી. બંનેએ શુક્રવારે ખૂબ જ ધામધૂમથી સગાઈ કરી હતી.
આ અનોખા લગન પર વરિષ્ઠ એડવોકેટ પીકે ગોસ્વામીએ કહ્યું કે હિંદુ-મુસ્લિમ છોકરા-છોકરીના કેસમાં સ્પેશિયલ મેરેજ એક્ટ લાગુ થશે. જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરવાની રહેશે. અરજીમાં જણાવવું આવશ્યક છે કે તે પુખ્ત છે. તમારી ઈચ્છા મુજબ લગ્ન. આ પછી LIUની તપાસ થશે. આંતરરાષ્ટ્રીય એજન્સી પણ તપાસ કરશે. જો તપાસ યોગ્ય જણાશે તો સરકાર પાસેથી મંજૂરી લેવામાં આવશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.