મેળામાં ગયેલ આ ગુજરાતી યુવક એવી રાઈડમાં બેઠો કે “ઓય માં ” રાડ નીકળી ગઈ!! વિડીયો જોઈ તમે પેટ પકડી હસી પડશો
સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ એક લોકમેળાનો વિડીયો વાયરલ થયો છે. આ વીડિયો જોઈને તમે હસવું નહીં રોકી શકો કારણ કે આ વીડિયો એટલો હાસ્યાસ્પદ છે કે હસી હસીને તમારા પેટમાં દુઃખી જશે. આપણે જાણીએ છે કે, લોકમેળાનું આકર્ષણ ચકડોળ હોય છે. આ ચકડોળ અલગ અલગ પ્રકારના હોય છે.
આ ચકડોળમાં બેસવું એ પોચા દિલવાળાનું કામ જ નથી પરંતુ જેનું કાળજું કઠણ હોય તો તેને આ ચકડોળમાં બીક પણ નથી લાગતી. બાળકોથી લઈને વૃદ્ધ પણ એવા હોય છે કે જેમને બીક ન લાગતી હોય પરંતુ તમે ઘણીવાર સોશિયલ મીડિયામાં બાળકોનો વિડીયો જોયો હશે કે ચકડોળમાં બેસ્યા પછી તેને ભારે ડર લાગે છે.
તમે અત્યાર સુધી બાળકોને ડરતા અને રડતા જોયા હશે પરંતુ હાલમાં એક જુવાનધોધ યુવાન રડતો હોય એવો વિડીયો સામે આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે હુડકા ચકડોળમાં બેસ્યા બાદ યુવાનનો જીવ તાળવે ચડી જાય છે અને કહે છે કે, ‘ ઓય માં..ઓય માં… ઉભું રાખો ‘ ખરેખર આ વીડિયો જોઈને તમને પણ હસવું આવશે.
આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, ખરેખર આ વીડિયો જોઈને એ તો સમજાય જાય કે ડર કોઈનો સગો ન થાય. મર્દ મુછાળા પણ ડરી જાય. આ વીડિયો જોઈને એટલું સમજાયુ જાય કે ચકડોળમાં ત્યારે જ બેસવું જોઈએ જ્યારે કાળજૂ કઠણ હોય.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.