સુરતના આ વ્યક્તિ લાવ્યા ભારત મા સૌપ્રથમ ટેસલા ની સાઈબર ટ્રક કાર ! જુઓ તસ્વીરો સુરતી તરીકે
સુરત શહેર ડાયમંડ માટે જેટલું પ્રખ્યાત છે એથી વધુ સુરત તેની સુંદરતા અને ત્યાંના શ્રીમંતો માટે વધુ જાણીતું છે. હાલમાં જ સુરત શહેરમાં એક કાર ખુબ જ ચર્ચાનો વિષય બની છે. આ કાર છે વિશ્વની સૌથી ચર્ચિત ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની ટેસ્લાની સાયબરટ્રક! આપણે સૌ કોઈ જાણીએ છે કે સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિ લવજી બાદશાહ પોતાના સવાકાર્ય તેમજ તેમના બિઝનેસને કારણે ઓળખાય છે.
લવજીભાઈ બાદશાહએ લગભગ 51 લાખ રૂપિયાની કિંમત ધરાવતી આ ફ્યુચરિસ્ટિક દેખાવની ટ્રકને લવજીભાઈએ દુબઈથી આયાત કરાવી છે. ખાસ વાત એ છે કે ટેસ્લાએ હજુ સુધી ભારતમાં આ મોડેલનું વેચાણ શરૂ કર્યું નથી, ત્યારે સુરતની સડકો પર આ અનોખી ગાડી ફરતી જોવી ખરેખર નવાઈની વાત છે. .
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સાયબરટ્રક દુબઈમાં રજીસ્ટર થયેલી છે અને તેના પર ત્યાંની નંબર પ્લેટ પણ જોવા મળી રહી છે. લવજીભાઈએ પોતાની આ નવી કાર પર ‘ગોપીન’ નામ અંકિત કરાવ્યું છે, જે તેમના પ્રેમ અને લાગણીને દર્શાવે છે.
આ કાર માત્ર દેખાવમાં જ અનોખી નથી, પરંતુ તેમાં અનેક ખાસિયતો પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સાયબરટ્રક બુલેટપ્રૂફ કાચથી સજ્જ છે, જે તેને અત્યંત સુરક્ષિત બનાવે છે. આ ઉપરાંત, તેમાં શહેરની ટ્રાફિક અને ખરાબ રસ્તાઓ પર સરળતાથી ચલાવી શકાય તેવા ડ્રાઇવિંગ મોડ્સ પણ ઉપલબ્ધ છે.
હાલમાં તો સુરતના લોકો માટે આ ટેસ્લા સાયબરટ્રક એક આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. રસ્તા પરથી પસાર થતા લોકો એક વાર તો આ અનોખી કારને જોવા માટે જરૂર થોભે છે. હાલ પૂરતું તો સુરતની સડકો પર આ સાયબરટ્રકએ એક વિશેષ આકર્ષણ ઊભું કર્યું છે.
igmore