GujaratViral video

ખજૂરભાઈ વિશે આ કાકાએ એટલી સરસ વાત કહી દીધી કે તમે પણ વાત સેહમત થશો!! લાખોની ગાડી હોવા છતાં સામાન્ય માણસની રિક્ષામાં બેસ્યા..

ગુજરાતમાં ખજુર ભાઈ સૌથી લોકપ્રિય છે, નાના બાળકોથી લઈને વડીલો પણ ખજુર ભાઈ પ્રત્યે અતિ પ્રેમ ભાવ રાખે છે. આપણે જાણીએ છે કે ખજુર ભાઈ ખૂબ જ ફેમસ સેલિબ્રિટી હોવા છતાં પણ તેઓ અર્થ તું ડાઉન નેચર ધરાવે છે. તેમના ચાહકો સાથે પ્રેમ ભાવ રાખીને જ મળે છે. હાલમાં થોડા સમય પહેલા એક વિડીયો વાયરલ થયો હતો કે ખજુર ભાઈ એ ચા વાળા વ્યક્તિની લારી એ મળવા પહોંચ્યા હતા.

હાલમાં વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે રીક્ષામાં ખજુર ભાઈ બેઠા હતા તે રીક્ષામાં ચાલકે ખજુર ભાઈના વ્યક્તિત્વની વાત કરી. આપણે જાણીએ છે કે ખજુર ભાઈ પાસે આલીશાન અને કિંમતી કાર છે. રિક્ષા ચાલકે ખજુર ભાઈ ને માત્ર એટલું કહ્યું હતું કે તમે એક બે મિનિટ માટે માત્ર મારી રીક્ષામાં બેસો પરંતુ ખજુર ભાઈએ તે દાદાને કહ્યું કે ન આજે તો તમે મને પંચવટી મૂકી જાઓ.

ખજૂર ભાઈ પાસે ફોરચ્યુનર કાર હોવા છતાં પણ તેઓ દાદાની રીક્ષામાં બેઠા અને રીક્ષામાંથી ઉતર્યા બાદ ૨૦૦૦ રૂપિયા રિક્ષા ચલાવનાર દાદાને આપ્યા ત્યારે દાદાએ પણ ખજુર ભાઈને કહ્યું કે આ રૂપિયા તમે જે સારા કામ કરો છો તેમાં વાપરજો પરંતુ ખજુર ભાઈ એ કહ્યું કે, આ રૂપિયા તમે જ રાખો. ખરેખર ખજુર ભાઈ આજે લોકો માટે ભગવાન સમાન છે.

આ દાદા પણ કહે છે કે, ૧૦૦ % ભગવાન જ છે.આપણે ભગવાનને તો જોયા નથી. આ જે ગરીબોના કામ કરે છે, દુઃખિયાની સેવા કરે છે અને લોકોને ઘર બનાવે છે, આ કરે છે એને ભગવાન જ કહેવાયને. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે,  તમામ લોકો પોતાની પ્રિતિકિયાઓ પણ આપી રહ્યાં છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!