હરણી તળાવમાં ડૂબેલા બાળકો માટે આ યુવક બન્યો તારણહાર! કહ્યું કે, જેવું જોયું એટલે બચાવવા ભુસ્કો મારી દીધો. જુઓ વીડિયો
હરણી તળાવમાં જે હોનારત બની, તે ઘટનાને ભુલાવી તો અશક્ય છે. આપણે જાણીએ છે કે આ ઘટનામાં 12 નિર્દોર્ષ બાળકનો જીવ ગયો છે. આ ઘટના જ્યારે ઘટી, ત્યારે એક યુવાન આ બાળકો માટે આશારૂપ બન્યો. આ યુવાન ખરેખર રિયલ હીરો તરીકે ઉભરી આવ્યો છે. આ દુર્ઘટનામાં જ્યારે બચાવ કામગીરીવાળા નહોતા પહોંચ્યા ત્યારે એક સ્કૂલ વાન ચલાવતો યુવક આ બાળકોને બચાવવા કૂદી પડ્યો હતો.
ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ યુવાન કોણ છે? અવર વડોદરા ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા જાણવા મળ્યું છે કે, હરણી તલાવતી સ્કૂલમાં વાન ચલાવનાર રવિન્દ્ર રાઠવા નામના યુવકે સૌથી પહેલા આ દુર્ઘટના જોઈ ત્યારે તેણે એકપળ માટે પણ પોતાના પ્રાણની પરવાહ કર્યા વગર તાત્કાલિક તળાવમાં કૂદી પડ્યો અને તેને બે થી ત્રણ બાળકોને ડૂબતા બચાવ્યા હતા.
આ યુવાને કહ્યું કે, જ્યારે હું છોકરાઓને મૂકીને આવતો હતો ત્યારે આ જેવું જોયું કે, છોકરાઓ ડૂબી રહ્યા છે એટલે બચાવવા ભુસ્કો મારી દીધો. આ યુવાને પોતાના પિતાને પણ બચાવકામગીરી માટે ફોન કર્યો હતો , જેથી તેમણે બચાવ કામગીરી માટે તળાવમાં કૂદી પડ્યા હતા. ખરેખર રવિન્દ રાઠવાની આ સરાહનીય કામગીરી બદલ તેમને વંદન છે.
Video source – our vadodra
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.