Gujarat

ભાવનગર નો આ યુવાન જે કંપની માં પ્યુન હતો તેમાં તે હેડ બન્યો ! આજે પોતાની કંપની ખોલી અને 2800 કરોડ રૂપિયાનું…

ગુજરાતી હોય એટલે બિઝનેસ માં પ્રથમ સ્થાને જ હોય છે. એવા જ એક બિઝનેસમેન જે એક કંપની માં પ્યુન હતો. તે જ કંપની ને તેણે બ્રાન્ચ ની આખી જવાબદારી પોતાના માથે લીધી અત્યારે તે 2800 કરોડ નો પોતાની કંપની માં પોર્ટફોલિયો સાંભળે છે. આ સફળ બિઝનેસમેન ની કહાની જાણી ને તમને પણ જુસ્સો આવી જશે. ભાવનગર નો રહેવાસી સમીર વોરા પોતાના અભ્યાસ માટે ફી ના પૈસા જમા કરવા માટે એક શેર બ્રોકિંગ કંપની માં ઓફિસ આસિસ્ટન્ટ(પ્યુન) માં કામ કરવા માટે જોડાણો હતો.

સમીર ના પિતા પણ બિઝનેસમેન હતા. પરંતુ તેને નુકશાની થવાથી બાદ માં તેના માતા-પિતા એ ઘરે ફરસાણ બનાવવાનો અને સિલાય નું પરચુરણ કામ શરૂ કર્યું. સમીર પણ પરચૂરણ કામ કરીને તેની ફી ના પૈસા જમા કરતો. સમીર વર્ષ 2002 માં ભાવનગર ની સ્ટોક બ્રોકિંગ કંપની માં 1500 રૂપિયા ની પ્યુન ની નોકરી માં જોડાયો. એક સમય એવો આવ્યો કે, જયારે તે જે કંપની માં કામ કરતો હતો ત્યારે તે કંપની નુકશાન માં જવા લાગી.

સમીર જે કંપની માં કામ કરતો હતો. તે કંપની બંધ થવાના આરે હતી. આથી સમીરે કંપની માં હેડ સાથે વાત કરી અને હેડ ને કહ્યું કે, તે કંપની ને શરૂ રાખે. સમીર ની સુઝબુઝ થી માત્ર 3-મહિના માં જ કંપની નહિ નફો નહિ નુકશાન ના ધોરણે કામ કરવા લાગી. સમીર ની સુઝબુઝ થી થોડાક જ મહિનામાં કંપની નફા ના ધોરણે કામ કરવા લાગી.

આ કામ થી ખુશ થઇ ને કંપની એ તેને આખી બ્રાન્ચ ની જવાબદારી સોંપી. અને ત્યારબાદ આખા સૌરાષ્ટ્ર માં 2007 માં તેને કંપની ના હેડ બનાવવામાં આવ્યા. સમીરે આ કંપની માં 12 વર્ષ નોકરી કરી. અને ધીરે ધીરે અનુભવ લઇ ને વર્ષ 2014 માં પોતાની કંપની ખોલવાનો વિચાર કર્યો. જેમાં તેને માતા-પિતા અને પત્ની સહાયરૂપ બન્યા. અને હવે સમીર નવી ઊંચાઈ પર પહોંચી ગયો છે.

અત્યારે સમીર વોરા પોતાની કંપની એશિયન ફિનવેસ્ટ માં 4000 થી વધુ ઇન્વેસ્ટર્સ ને હેન્ડલ કરે છે. અને 2800 કરોડો નો પોર્ટફોલિયો મેનેજ કરે છે. સમીર ની પોતાની કંપની ની અમદાવાદ, ભાવનગર, હિંમતનગર, ભોપાલ વગેરે સીટી માં બ્રાન્ચ આવેલી છે. આજે સમીર ને પોતાની કંપની ”એશિયન ફિનવેસ્ટ” માં ટોપ કોર્પોરેટ્સ ના અનેક પોર્ટફોલિયો સંભાળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!