Gujarat

ટીટોડીના ઈંડા પર થઈ કરાઈ છે વરસાદ નો વરતારો ! જાણો આ ખાસ લોકવાયકા અને માન્યતા વિશે….

હાલમાં દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે એવામાં હવે સૌ કોઈ ચોમાસાની રાહ જોઇને બેઠું છે. આ વર્ષે ચોમાસુ થોડું વહેલું બેસે તેવી આગાહી પણ જાણવા મળી છે. ખાસ કરીને આપણી જૂની પરંપરાગત રીતો દ્વારા વરસાદનાં આવવાનાં એંધાણ વર્તાય રહ્યા હોય છે. ત્યારે હાલમાં જ ટીટોડીના ઈંડા પર થી કરાય છે વરસાદ નો વરતારો ! ત્યારે ચાલો અમે આપને આ ખાસ લોકવાયકા અને માન્યતા વિશે જણાવીએ.

હાલમાં જ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, સુરત જિલ્લાના  ઓલપાડ તાલુકાના અસનાદ ગામે ટીટોડીએ 6 ઈંડા મુક્યા છે.  ઓલપાડના અસનાદ ગામે એક ખેડૂતના ખેતરમાં ટીટોડીએ ઈંડા 6 મુક્યા છે. આપણી લોક વાયકા મુજબ કહેવાય છે કે,
ટીટોડી 2 ઈંડા મૂકે તો મધ્યમ વરસાદ, 4 ઈંડા મૂકે તો ખૂબ સારું ચોમાસું અને 5 ઈંડા મૂકે તો અતિવૃષ્ટિ નું અનુમાન માનવામાં આવે છે.પરતું આ ટીટોડી એ તો છ ઈંડા મુકતા લોકો આશ્ચય પામ્યા છે કારણ કે આવી પહેલીવાર ઘટનાં બની છે.

એવું કહેવાય છે કે, ટોટોડી સામાન્ય રીતે ચાર ઈંડા જ આપે છે અને આ ચાર ઈંડા પરથી એક ઈંડાના આધારે એક મહિનો એમ ચાર મહિના જૂન, જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ ચાર મહિના સુધી ચોમાસું રહે છે એવું માનવામાં આવે છે આ ટીટોડી એ 4 નાં બદલે 6 મુકતા એવું લાગે છે કે 6 મહિના સુધી ચોમાસુ ચાલું રહશે એવા એંધાણ દેખાય રહ્યા છે.

હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે કે, આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. ભારતીય હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને લઈને અનુમાન જાહેર કર્યુ છે. દેશમાં સતત ચોથા વર્ષે ચોમાસું  સામાન્ય રહેશે.  ગુજરાત સહિત અન્ય પશ્ચિમ રાજ્યોનું ચોમાસું પણ સામાન્ય રહેશે. તો આ સાથે ઉત્તર ભારતમાં ફરી સારો વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતમાં પણ આ વર્ષે ચોમાસું સામાન્ય રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!