ગુજરાતમાં બેફામ કાર ચાલકનો ત્રાસ !! રાજકોટમાં બેફામ કાર ચાલકે બાઈક ચાલાકને અડફેટે લેતા બાઈક સવારનું દુઃખદ નિધન…
હાલમાં ગુજરાતમાં દિવસે ને દિવસે રોડ અકસ્માતના અનેક બનાવો બનતા હોય છે, હાલમાં જ એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુજરાત ટેકના અહેવાલ અનુસાર પ્રાપ્ત થયેલ માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, ગઈકાલના રોજ રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ દુઃખદ અકસ્માત થયો છે, જેમાં નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
આ દુઃખદ ઘટનામાંસૌથી ચોંકાવનારી વાત એ છે કે, દારૂના નશામાં કાર ચાલકેબાઈકને અડફેટે લીધો હતો અને આ કારણે બાઈક ચાલકનું કરુણ મોત થયું હતું.હાલમાં આ બનાવ અંગે પોલીસને ઘટના અંગે જાણ થતા જ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, કારે ટક્કર મારીને બાઈકને 200 મીટર સુધી ઢસડ્યું હતું. આ દુઃખદ ઘટનામાં અવસાન પામનાર વ્યક્તિનું નામ કિરિટભાઈ છે.
કાર ચાલકનું નામ અનંત ગજ્જર સામે આવ્યું છે જેમની સાથે દેવેન્દ્ર ઉપાધ્યાય નામનો વ્યક્તિ પણ હતો. આ બનાવમાં સ્થાનિક લોકોનો આરોપ છે કે કારમાં સવાર લોકો દારૂના નશામાં હતા અને કારમાં દારૂની બોટલ પણ હતી. જોકે અકસ્માત બાદ તેણે કારમાંથી બોટલ બહાર ફેંકી દીધી.હાલમાં આ ઘટના અંગે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.