ભાઈબીજ ના દિવસે જ બે ભાઇઓ ના મોત થયા ! મોત એવી રીતે થયુ કે…
ખરેખર ક્યારેક એવા બનાવ બની જતા હોય છે, જેના લીધે અનેક દુર્ઘટના ઘટી જતી હોય છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે,હાલમાં બારડોલીના વાઘેચામાં ભાઈબીજના દિવસે જ નદીમાં નહાવા પડેલા બે પિતરાઈ ભાઈઓ ડૂબી જવાથી કમકમાટી ભર્યા મોત નિપજ્યા. તાપી નદીના પાણીમાં ગરકાવ બંને ભાઈઓ સુરત ગોડાદરા વિસ્તારના હોવાનું અને ભાઈ-બીજનો તહેવાર મનાવી વાઘેચા તાપી નદીના કિનારે મહાદેવના મંદિરે જાણવા મળ્યું છે.
ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક હતી.સ્થાનિક લોકોએ ગણતરીના કલાકોમાં બે પૈકી એક યુવાનના મૃતદેહને નદીના પેટાળમાંથી શોધી કાઢ્યો હતો. જ્યારે બીજા યુવાનનો મૃતદેહ ન મળતા આજે સવારથી શોધખોળ શરૂ કરી હતી.ઘટનાની જાણ પોલીસ દ્વારા બારડોલી ફાયરને કરાઇ હતી. તણાઈ ગયેલા બે ભાઈઓ પૈકી એકનો મૃતદેહ સ્થાનિક તરવૈયાઓએ શોધી નદીમાંથી બહાર કાઢી લીધો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, કાળનો કોળિયો બનેલા બન્ને યુવાનો પૈકી વિકાસ સુબેદાર મિશ્રા જેનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે સુનિલ ઉર્ફે છોટુ અમરનાથ મિશ્રા ગોડાદરાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક સુનિલના પિતા અમરનાથ મિશ્રાએ જણાવ્યું હતું કે, વાઘેચા મંદિર પાસેની નદીમાં બંને પિતરાઈ ભાઈઓ ડૂબી ગયા છે.
ભાઈ-બીજના તહેવારની માર્કેટમાં રજા હોવાથી ફરવા જવાનું કહી વાઘેચા મંદિરે દર્શન કરવા નિકળ્યા હતા. જ્યાંથી નદીમાં નહાવા પડતા દુર્ઘટના બની હતી. સુનિલનો મૃતદેહ મળ્યો નથી. આજે ફરી ફાયરના જવાનો પાણીમાં શોધખોળ કરશે. આ ઘટના ખૂબ જ દુખ દાયક છે. ભગવાન મૃતકની આત્માને શાંતિ આપે તેમજ પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ એજ ભગવાનને પ્રાર્થના કરીએ.