ડીઝલ પુરાવવા આવેલા ટ્રેકટર ચાલકે કાબુ ગુમાવતા પંપ પર મેદાન મેદાન કર્યુ જુવ cctv વિડીઓ
સોસિયલ મીડીયા પર અવાર નવાર અનેક વિડીઓ વાયરલ થતા હોય છે અને વિડીઓ જોઈ લોકો મજા માણતા હોય છે અને શેર કરતા હોય છે ત્યારે હાલ જ એક એવો વિડીઓ વાયરલ થયો છે જે ઘણો ચર્ચા નો વિષય બન્યો છે.આ વિડીઓ એક ટ્રેકટર નો છે જેમા તેના ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રેકટર બેકાબુ બની પેટ્રોલ પંપ નો મેન ભાગ તોડ્યો હતો અને બીજા વાહનો ને પણ અડફટે લીધા હતા.
શુ છે વીડીઓ મા ?? વીડીઓ મા દેકાઈ રહ્યુ છે કે એક ટ્રેકટર ચાલક પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવવા માટે આવ્યુ હતુ. પરંતુ વિડીઓ મા જોઈ શકાય છે કે ટ્રેકટર પર કુલ ત્રણ જણા છે અને ટ્રેકટર એકા એક બે કાબુ બની જાય છે અને પેટ્રોલ પંપ ના મુખ્ય ભાગ પર ચડી જાય છે આટલુજ નહી પણ ત્યા ઉભેલા વાહનો ને પણ ટક્કર મારે છે ત્યારે અફરા તફરી નો માહોલ બની જાય છે અને લોકો પોતાના વાહનો મુકી ને ભાગે છે ત્યારે ટ્રેકટર નો ડ્રાઈવર પમ ત્યા થી ભાગી જાય છે.
આ વિડીઓ કઈ જગ્યા પર નો છે તેની હાલ કોઈ માહિતી મળી નથી પરંતુ વિડીઓ મા જોઈ શકાય છે એ ઘણા વાહનો ને નુકશાન થયુ છે. આ વિડીઓ સોસિયલ મીડીયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો જાત જાત ની કોમેન્ટ પાસ કરી રહયા છે કોઈ કહી રહ્યુ છે કે ડીઝલ ના કારણે ટ્રેકટર બે કાબુ બન્યુ છે.. તો કોઈ કહી રહ્યુ છે કે આવી રીતે ડીઝલ પુરવા જવાઈ. આ વિડીઓ અંગે તમારું શુ કહેવુ છે તે જરુર જણાવજો
— Today GUJARAT (@TodayGUJARAT1) October 11, 2021
