ફુલ ઝડપે આવતી ટ્રેનના પાટા પર માથુ રાખી ને યુવક સુઈ ગયો પરંતુ આખરી મીનીટે ડ્રાઈવરે એવુ કર્યુ કે….
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સોશિયલ મીડિયામાં ટ્રેન સાથે સંબંધિત અનેક ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં એક ચોંકાવી દેનાર ઘટના બની, જે સૌ કોઈ માટે એક સાવચેતરૂપ સમાન છે. રેલવે મંત્રી શ્રી દ્વારા અનેક વખત ટ્રેન સાથે બનતી દુર્ઘટના વીડીયો શેર કરવામાં આવતા હોય છે.ત્યારે હાલમાં જ આવી એક ઘટના બની જેમાં ફુલ ઝડપે આવતી ટ્રેનના પાટા પર માથુ રાખી ને યુવક સુઈ ગયો પરંતુ આખરી મીનીટે ડ્રાઈવરે એવુ કર્યુ કે તમે પણ આ દ્રશ્ય જોઈને વિચારમાં પડી જશો.
ક્યારેક આપણી લાપરવાહી અને સ્ટંટ કરવામાં ક્યારેક જીવ જોખમાં મૂકે છે. ત્યારે ચાલો આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપને જણાવીએ. મુંબઈના સીવડી રેલ્વે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં એક એવી ઘટના કેદ થઈ ગઈ છે, જેને જોઈને તમે થોડા સમય માટે તમારા શ્વાસ રોકાઈ જશે. રેલવે મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં એક વ્યક્તિ ઝડપથી દોડતી લોકલ ટ્રેનની સામે આત્મહત્યા કરવા માટે રેલવે ટ્રેક પર પડેલો જોવા મળી રહ્યો છે, પરંતુ લોકલ ટ્રેનના મોટરમેને પોતાની સતર્કતાને કારણે તે વ્યક્તિનો જીવ બચી ગયો.
આ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. લોકો મોટરમેનના કામના જોરદાર વખાણ કરી રહ્યા છે. રેલવે દ્વારા તેમનું સન્માન કરવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.રેલવે મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલો વીડિયો શનિવારે સવારે 11.45 વાગ્યાનો છે. વીડિયોની શરૂઆતમાં એક વ્યક્તિ રેલવે ટ્રેક પર બેદરકારીથી ચાલતો જોવા મળે છે. આ દરમિયાન જેવી જ લોકલ ટ્રેન તેજ ગતિએ તેની નજીક આવે છે, તે વ્યક્તિ અચાનક પાટા પર આડો પડી જાય છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સૂતી વખતે વ્યક્તિએ તેની ગરદન ટ્રેક પર રાખી અને બાકીનાને બે પાટા વચ્ચે લઈ લીધો.
જો કે, લોકો પાયલટે માણસને ટ્રેક પર પડેલો જોયો અને ઈમરજન્સી બ્રેક લગાવી. જેના કારણે ટ્રેન તરત જ પાટા પર ઉભી રહી ગઈ અને જીવલેણ અકસ્માત બનતો રહ્યો. વીડિયોમાં RPFના ત્રણ જવાન પણ ટ્રેક પર પડેલા વ્યક્તિને જોઈને દોડતા જોવા મળે છે.રેલ્વે મંત્રાલયે વીડિયોના કેપ્શનમાં લખ્યું, ‘મોટરમેન દ્વારા પ્રશંસનીય કાર્ય: મુંબઈના સીવડી સ્ટેશન પર, મોટરમેને એક વ્યક્તિને ટ્રેક પર પડેલો જોયો, તેણે તત્પરતા અને સમજદારીથી ઈમરજન્સી બ્રેક લગાવીને તે વ્યક્તિનો જીવ બચાવ્યો. તમારું જીવન અમૂલ્ય છે, ઘરમાં કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે. આ યુવક ખરેખર ભયંકર બનવાથી બચી ગયો. ઈમરજન્સી બ્રેક પણ કાર અચાનક બંધ થતી નથી, તેના માટે અંતર પણ મહત્વનું છે.
मोटरमैन द्वारा किया गया सराहनीय कार्य : मुंबई के शिवड़ी स्टेशन पर मोटरमैन ने देखा कि एक व्यक्ति ट्रैक पर लेटा है उन्होंने तत्परता एवं सूझबूझ से इमरजेंसी ब्रेक लगाकर व्यक्ति की जान बचाई।
आपकी जान कीमती है, घर पर कोई आपका इंतजार कर रहा है। pic.twitter.com/OcgE6masLl
— Ministry of Railways (@RailMinIndia) January 2, 2022