India

સામેથી ધસમસતી ટ્રેન નજીક આવતાં જ પાટા પર કૂદી પડ્યો યુવક ! એક સેકન્ડ મા જીવ વયો ગયો , જુવો વિડીઓ

દિવસે ને દિવસે આત્મહત્યાના બનાવોની ખબર આપણે વાંચતા જ હોય છે. ખરેખર જ્યારે આપણે આત્મહત્યા ની વાત સાંભળીએ ત્યારે સહેજપણે આપણને એ વિચાર તો આવે જ કે, કંઈ રીતે પોતાનો જીવ ત્યજી દેતા હશે. ક્યારેક અમસ્તા ચાકુ કે બારણામાં આંગળી આવી જાય તો પણ ચીસો નીકળી જાય છે, ત્યારે ઘણા એવા લોકો હોય છે જે આત્મહત્યા કરવા માટે બ્લેડ કે, પછી એસિડ પી જવું, આગ લગાવી દેવી અથવા કૂદી જવું અને ટ્રેન નીચે આવીને કપાઈ જવું જેવા અનેક પ્રકારે લોકો આત્મ હત્યા કરતા હોય છે.

આજે આપણે જે ઘટના વિશે વાત કરીશું એ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયોમાં તમે જોઈ શકશો કે કંઈ રીતે એક યુવાન ચાલુ ટ્રેન સામે કૂદી પડ્યો અને એક જ પળમાં પોતાનો જીવ ગુમાવી દીધો. ચાલો અમે આપને આ ઘટના વિશે વધુ માહિતી આપીએ કે, ખરેખર આખરે આ બનાવ કંઈ રીતે બન્યો અને આ ઘટના ક્યાં ગામની છે અને આ યુવકે આવું પગલું શા માટે ભર્યું.

આ ઘટના મથુરા રેલવે સ્ટેશન પર બની છે. કોસી કલાં રેલવે સ્ટેશન પર એક યુવકે ચાલતી ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી હતી. ત્યારે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બાદમાં યુવકના મોતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે., યુવાન પ્લેટફોર્મ નંબર-2 પર ધીમે-ધીમે દોડતો જોવા મળે છે.પરંતુ અચાનક તે રેલવે-ટ્રેક પર આવી રહેલી માલગાડીની સામે કૂદી પડે છે. માલગાડી નીચે કપાઈ જતાં યુવકનો મૃતદેહ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આ ઘટના રવિવારે સવારે 3.30 વાગ્યે બની હતી. જેથી ટ્રેન પસાર થઈ ગઈ ત્યારે તેનો મૃતદેહ રેલવે પોલીસને નજરે પડ્યો હતો. મુતદેહની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઓળખ થઈ શકી ન હતી પણ કપડાંમાં રાખેલા કાગળોમાં લખેલા મોબાઈલ નંબર પર ફોન કર્યો હતો જેના થી જાણવા મળ્યું હતું કે, યુવકનું નામ સાગર છે અને તેના પિતાનું નાન બચુ સિંહ છે અને સાગર મહારાષ્ટ્રના વર્ધાના તલેગામના રહેવાસી છે. ઉંમર લગભગ 30 વર્ષ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. માહિતી મળતા જ પોલીસે યુવકના પરિવારને જાણ કરીને તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!