આના થી લક્કી માણસ આ દુનીયા મા કોઈ નહી હોય ! અડધી સેકન્ડ મા યુવક નો જીવ બચ્યો નકર ટ્રેન મા આવી જાત , જુવો વિડીઓ
આપણે સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક અકસ્માતના બનાવ બનતા હોય છે. ખાસ કરીને રેલવે સંબધિત ઘટનાઓને લઈને અનેક વખત રેલવે મંત્રીશ્રી પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આવી ચેતવણીરૂપ સમાન વીડિયો શેર કરતા રહે છે. ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની કે જે ખૂબ જ બેદરકારીની હતી. ક્યારેક આપણી ઉતાવળ એ મુત્યુ ને આમંત્રણ આપી દે છે.
હાલમાં સોશિયલ મીડિયામાં એક રેલવે ટ્રેક ક્રોસિંગની ઘટના આવી છે, જેમાં યુવક ટ્રેનની સામે આવી ગયો અને પછી જે થયું તે ખૂબ જ ચોંકાવી દેનાર છે. આ ઘટના દરેક એવા વ્યક્તિઓ માટે ચેતવણીરૂપ સમાન છે, જે લોકો ફાટક બંધ થવાના સમયે પણ પોતાની ગાડી કાઢવા માટે લીવર મૂકે છે અને એવું વિચારે છે કે, હું જલ્દી થી જતો રહું નહિ તો પાંચ થી દસ મિનિટ મારી ખોટી પડશે. આવું વિચારીને લોકો પોતાનો જીવબ જોખમમાં મૂકી દે છે.
આ વાયરલ વીડિયોમાં જોશો કે, બંને બાજુ ટ્રેન વાહનો ટ્રેક ની બંને સાઈડ ઉભા છે કારણ કે, ટ્રેનનો આવવાનો સમય થઈ ગયો છે. આ જ દરમીયાન એક યુવક ઉભા રહેવાને બદલે પોતાની ગાડી લઈને આગડ નીકળે છે પરતું તેને દેખાય છે કે, ટ્રેન આવી રહી છે ફૂલ સ્પીડમાં એટલે તે પોતાની ગાડી ત્યાં રોડ પર જ મૂકીને ભાગે છે પરતું ટ્રેન અડેફેટે આવી જાય છે. ભગવાનની દયા કે, એ યુવકને કંઈ પણ ન થયું કારણ કે સમયસર તે ભાગી ગયો અને આ કારણે માત્ર ગાડી જ ટ્રેનમાં અથડાઈ.
આ ઘટના પરથી એ શીખવાનું છે કે, દરેક વ્યક્તિઓના નસીબ આવા સારા નથી હોતા કે તમે મોતના મુખમાંથી પાછા આવી શકો છો. પાંચ મિનિટ ની માટે તમે જો ઉભા ન રહી શકો તો તમે તમારું જીવન સદાય ને માટે ગુમાવી શકો છો. ક્યારેક સમજાદારી અને સાવચેત રહેવું જરૂરી છે. રોડ અકસ્માતના બનાવો ખૂબ જ બને છે. આ બનાવ દરેક યુવાનો મારે ચેતવણી રૂપ સમાન છે. આપણો જીવ આપણને વ્હાલો ન હોય પરતુ આપણા પરિવારને આપણે અતિ વ્હાલા છીએ.