ટ્રેન ડબ્બામા બેઠા બેઠા જ યુવક ને એવું ભયાનક મોત મળ્યુ કે કોઈ એ વિચાર્યુ પણ નહી જોય ! જાણો શુ ઘટના બની…
જયારે પણ આપણે બસ અથવા તો ટ્રેનને મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે ખિડકી પર બેઠવાની મજા પડી જતી હોય છે, અમુક લોકો તો સાવ બારમાં જ મોઢું નાખીને બેઠેલા હોય છે. તો જણાવી દઈએ કે આવી રીતે બેઠવુ ખતરાથી ખાલી નથી કારણ કે હાલ એક ખુબ જ હચમચાવી દેતી ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિ જ્યારે ટ્રેનની સફર કરી રહ્યો હતો ત્યારે ટ્રેનની બાર તોડીને એક સરિયો ટ્રેનમાં ઘુસી ગયો હતો જે સીધો આ યાત્રીના ગળામાં ઘુસી જતા તેને હલવાનો પણ મોકો મળ્યો ન હતો અને ફક્ત સેંકન્ડોમાં જ કરું મૌત મળ્યું હતું.
આ ચોંકાવી દેતી ઘટના ઉત્તરપ્રદેશના અલીગઢના નીલાંચલ એક્સપ્રેસ માંથી સામે આવી છે.આ ઘટના બનતા જ આખી ટ્રેનમાં લોકો ડરને મારે ચીસો પાડી ગયા હતા, એટલું જ નહીં આખી ટ્રેનમાં ભારે દોડધામ પણ મચી ગઇ હતી. આ ઘટનામાં ઘણા મુસાફરો તો એવા પણ હતા કે જેઓને ખબર જ ન હતી કે આ થયું શું છે? થોડાક સમયમાં જ સીટનો આખું ફ્રેશ લોહીલુહાણ થઇ ગયું. આ ઘટના બનતા જ યાત્રિકોએ ટ્રેનને ચેન ખેંચીને રોકી દીધી હતી અને પછી આ ઘટનાની જાણ GRP અને RPF ને કરી દીધી.
જે પછી અધિકારીઓએ આવીને આ મૃતક વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.રેલવે રિપોર્ટના અનુસાર આ ઘટનામાં જીવ ગુમાવનાર યાત્રીનું નામ હરિકેશ કુમાર ડૂબે છે જે સુલતાનપુરના ગોપીનાથપૂર ગામનો રહેવાસી હતો. ગુરુવારના રોજ જ્યારે મૃતક હરિકેશ ઘર જવા માટે દિલ્હીથી સુલતાનપુર જવા માટે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે જ અલીગઢ નજીક પોહચતા જ આ કપરી ઘટના હરિકેશભાઈ સાથે બની હતી. મૃતક દિલ્હીમાં મોબાઈલ ટાવર સાથે જોડાયેલ કંપનીમાં ટેક્નિશ્યનની નોકરી કરતા હતા.
આ ઘટનામાં 110 કિમિ પ્રતિ કલાકની રફ્તારે ટ્રેન ચાલી રહી હતી, ત્યારે અચાનક જ ટ્રેનની બારીમાં સરિયો ઘૂસીને સીધો હરિકેશભાઈની ગરદનમાં ઘુસી ગયો હતો, ટ્રેનની આટલી બધી ઝડપ હોવાને લીધે કોઈ મોકો જ મળ્યો ન હતો. મૃતક હરિકેશની બાજુમાં બેઠેલી યુવતી પણ માંડ માંડ પોતાનો જીવ બચાવી શકી હતી. રેલવે અધિકારીઓની પૂછતાછ દરમિયાન ભયભીત થયેલી આ મહિલાએ નિવેદન આપ્યું હતું કે આંખના પલકારે જ આ ઘટના બની હતી, એટલું જ નહીં ટ્રેનના અવાજને લીધે ચીસોનો અવાજ પણ નહોતો આવ્યો. આ બાદ થોડા સમય પછી જોવામાં આવ્યું તો જોવા મળ્યું કે આ વ્યક્તિની ગરદનમાં સરિયો ઘુસી ગયો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે આ સરિયો ટ્રેક પર પડેલો હતો, એવામાં તેની પરથી ટ્રેન પસાર થતા સરિયો ઉછળ્યો હતો અને બારી તોડીને સીધો આ યાત્રીના ગરદનમાં ઘુસી ગયો હતો.આ ઘટના અંગે GRP ના અધિકારીઓએ આઈકાર્ડ અને આધાર કાર્ડના આધારે મૃતકની ઓળખ કરી અને આ ઘટના અંગે તેના પરિવારજનોને જાણ કરી હતી. GRP ઈન્સકેપેટર સુબોધ યાદવે કલમ 304 લગાવીને અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી અને કહ્યું હતું કે ટ્રેક પર કામ કરી રહેલા મજૂરોની શોધ શરૂ છે કારણ કે તેઓની લાપરવાહીના લીધે જ આ ઘટના બની છે.