શિયાળા મા ફરવા જવાનું વિચારતા હોય તો ગુજરાત નજીક ના આ ખાસ સ્થળે પહોંચી જાવ ! જાણો ખર્ચ અને શુ છે ખાસ…
ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે હાલમાં સૌ કોઈ ફરવા જઇ રહ્યા છે, ત્યારે ચાલો અમે આપને ચાર એવી જગ્યાઓ વિશે જણાવીશું કે, જેના વિશે જાણીને તમને ત્યાં જવાનું મન જરૂર થી થશે. આ સ્થળો ગુજરાતમાં નહીં પરંતુ ગુજરાતની સમીપે આવેલ રાજસ્થાનમાં આવેલા છે. ગુજરાતની જેમ રાજસ્થાન પણ પોતાની સુંદરતા અને મહેલોને લીધે જાણીતું છે. જો તમેં પણ મિત્રો કે પરિવાર સાથે ફરવા જવાનું વિચારી રહ્યા છો તો રાજસ્થાન જરૂર જજો અને હાલમાં તો અનેક ટુરિસ્ટ કંપનીઓ રાજસ્થાન ફરવા માટે સ્પેશિયલ ટ્રીપ પેકેજ આપે છે, જેમાં પ્રતિ વ્યક્તિ 4000 થી 15000 સુધીનો ખર્ચ કરી શકો છો.
માઉન્ટ આબૂ : ઠંડીની મજા માણવી હોય તો માઉન્ટ આબૂ હરિયાળીથી ભરપૂર અને બહુ જ સુંદર છે. માઉન્ટ આબૂમાં જૈન મંદિરો પણ છે. દેલવાડા જૈન મંદિર અહીંના પ્રમુખ મંદિરોમાંથી એક છે. માઉન્ટ આબુની ચારેય તરફનો નજારો જોવા માટે ગુરૂ શિખર બેસ્ટ સ્થળ છે. માઉન્ટ આબૂથી લગભગ 20 કિમી દૂર આ શિખર સૌથી ઊંચાઈએ સ્થિત છે.
ઉદયપુર : ઉદયપુર સરોવરની નગરી પણ કહેવાય છે. ઉદયપુર તેના શાનદાર કિલ્લાઓ, મંદિરો, સંગ્રહાલયો અને વન્યપ્રાણી અભયારણ્યો માટે પ્રખ્યાત છે. ઈતિહાસ પ્રેમીઓને ઉદયપુરમાં સિટી પેલેસની વિઝિટ કરવી ખૂબ જ પસંદ આવશે. શીશ મહેલ આ પેલેસની સૌથી ખાસ જગ્યા છે, જેનું નિર્માણ મહારાણા પ્રતાપે તેમની પત્ની માટે કર્યું હતું. આ સિવાય ત્યાં ફતેહ પ્રકાશ પેલેસ, જગ મંદિર, દૂધતલાઈ પાર્ક, ગુલાબ બાગ અને શિલ્પ ગ્રામ પર્યટન જોવાલાયક સ્થળો છે.
જોધપુર : જોધપુર ‘બ્લૂ સિટી’ પણ કહેવાય છે. જોધપુર પ્રાચીન ઈમારતોથી સજ્જ એક ઐતિહાસિક શહેર છે. મેહરાનગઢ કિલ્લો, ઉન્મેદ ભવન, જસવંત થાડા, રાવ જોધા ડેઝર્ટ રૉક પાર્ક, ક્લૉક ટાવર જોધપુરના પ્રમુખ પ્રવાસીય સ્થળો છો. આ શહેરમાં પ્રવેશવા માટે જુદી-જુદી દિશાઓમાં 8 પ્રવેશદ્વાર બનાવ્યા છે. જોધપુરમાં તમે શાહી ઠાઠનો અનુભવ કરી શકો છો.
જેસલમેર : જેસલમેર હવેલીઓથી ભરેલાં આ શહેરને ‘હવેલીઓનું નગર’ પણ કહે છે. અહીંયા તમે સોનાર કિલ્લો, ગડસીસર તળાવ, લોક સાંસ્કૃતિક સંગ્રહાલય, પટુઓની હવેલીઓ, દીવાન નથમલની હવેલીઓ, સાલિમ સિંહની હવેલી, અમર સાગર, બડા બાગ,વુડ ફાસિક પાર્ક, પોખરણ, રામદેવરા, સફારી, રાષ્ટ્રીય મઠ ઉદ્ધાન, મરૂ ઉત્સવ વગેરે નિહાળી શકો છો.