Gujarat

સુરતમાં 12 વર્ષની માસૂમ ટ્રક નીચે આવી જતા કરુણ મોત નિપજ્યું ! ટ્રક ચાલક ગણતરીની કલાક મા જ….

હાલમાં રોડ અકસ્તમાત ની અને હિટ એન્ડ રનની ઘટના વધારે બને છે, ત્યારે હાલમાં જ સુરત શહેરમાં એક ટ્રક ચાલકની લાપરવાહીના કારણે માત્ર 12 વર્ષની દીકરી એ પોતાનો જીવ ગુમાવ્યો. આ ઘટના ખૂબ જ કરુણદાયક છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ટ્રક ચાલક ટક્કર મારીને ફરાર થઇ જતાં બાદ ગણતરીના કલાકમાં જે કર્યું એ ખૂબ જ ચોંકાવી દેનાર આ વાત છે, આ ઘટના વિશે અમે આપને સપૂર્ણ માહિતી આપીએ કે, આખરે આ ઘટનાં કંઈ રીતે ઘટી હતી.

આ કરુણ દાયક ઘટના સુરત શહેરમાં બનેલ છે. દિવ્યભાસ્કરનાં અહેવાલ મુજબ જાણવા મળેલ માહિતી મુજબ સુરતના છાપરાભાઠા સીતારામ મઢુલી ચાર રસ્તા પાસે ટ્રકની અડફેટે એક માસુમ દીકરી મોતને ભેટી હતી. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક તેમજ અતિ હ્દય સ્પર્શી છે. આ તમામ ઘટના CCTV સામે આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. જાણવા મળ્યું છે કેઝશહેરી વિસ્તારમાં બેફામ દોડતા ટ્રક ચાલકો સામે પોલીસની ઢીલી નીતિને લઈ વધુ એક શ્રમજીવીએ દીકરી ગુમાવી હોવાનું સામે આવતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે.

ઘટના વિશે વિગતવાર માહિતી મેળવીએ તો જાણવા મળ્યું છે કે, 24મીના રોજ સરકારી પ્રાથમિક શાળાએથી ધોરણ-7ની વિદ્યાર્થિની ઘરે જતા ભર બપોરે ટ્રકે કચડી નાખી અને આ ઘટના CCTVમાં સ્પષ્ટ દેખાય છે પણ ચોંકાવી દેનાર વાત એ છે કે, દીકરીના અકસ્માત કેસમાં લગભગ 36 કલાકમાં ટ્રક ચાલક જામીન પર છૂટી ગયેલ. આ દીકરી કોઈ મોટા ઘરની નહિ પણ મજૂરી કામ કરતા વ્યક્તિ ની ઘે.

તેમના પરિવારમાં પત્ની, 8 વર્ષીય પુત્ર ધ્યાન અને 12 વર્ષીય પુત્રી દિશા હતી જે સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ-7માં અભ્યાસ કરતી હતી. શુક્રવારે દિશા બપોરના સમયે સ્કૂલેથી ઘરે પગપાળા પરત આવી રહી હતી અને ટ્રકે અડફેટે લેતા ઘટના સ્થળે જ દિશાનું મોત નિપજયું હતું. ઘટના બાદ ભાગી ગયેલા ટ્રકના ચાલકને અમરોલી પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો હતો.દુઃખ એ વાતનું છે તેને છોડી દેવામાં આવેક જામીન મજૂર થતા.લલઅકસ્માત બાદ ડ્રાઇવરનું મેડિકલ પણ ન કરાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત બાદ લોકોના ટોળા એકઠાં થઈ ગયાં હતાં અને હાલમાં ટ્રક ચાલક સામે અનેક સવાલો ઉભા થયા છે અને દીકરીને ન્યાય મળે તે માટે આવેદન પત્ર આપવાની જરૂર પડશે તો એ પણ કરશે.

સૌથી મહત્વની વાત એ છે કે, આ પરિવાર ભલે મજૂર વર્ગ હતો પરંતુ અંત ઘડીએ તેમને જે કર્યું એ પગલું સરહાનિય છે. કહેવાય છે ને કે, સુરત શહેર એ અંગદાનમાં મોખરે છે, ત્યારે આ પરિવારે પોતાની વ્હાલી દીકરીની આંખ સ્વસ્થ હોવાથી બંને આંખોનું દાન કરેલું. ખરેખર આ કાર્ય ખૂબ જ ઉમદા છે. આ કારણે કોઈ બીજા જીવને અમૂલ્ય જીવન મળશે અને તેમની દીકરી ભલે આ દુનિયામાં ન રહી પણ સદાય તેમની આંખો થી આ જગતને નિહાળશે. કતારગામની લોકદ્રદિ ચક્ષુબેંક સંસ્થાને દિશાની બંને આંખોનું દાન કરવામાં આવ્યું છે. જેની બંને આંખો અલગ-અલગ બે વ્યક્તિઓને અપાઇ છે.
આ દીકરીની આત્માને શાંતિ મળે તેમજ આરોપીને સજા મળે એજ ઈશ્વરને પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!